અંકલેશ્વર માં નાના ભાઈ ના લગ્ન નક્કી થયા પણ પોતાના ના થતા ભાઈએ જીવન ટૂંકાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકે ધરે પહેલા જંતુનાશક દવા ગટગટાવી ત્યારબાદ ચાદર વડે પંખા માં ફંડો બનવી આપઘાત કર્યો હતો. યુવાન પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. દુનિયાની કોઈ તાકાત સામે ન હારવા વારો માણસ લાગણી ની તાકાત સામે હારી જાય છે. એનું નામ જિંદગી છે. \" લાગણી સભર અંતિમ શબ્દોમાં પોતાની વેદના વ્યક્ત કરી યુવાને આપઘાત કરી લીધો હતો.
હાંસોટ રોડ પર આવેલ માં રેસિડેન્સી ખાતે મકાન નંબર 12 /એસ માં રહેતા સુરેશ પટેલ ના 28 વર્ષીય પુત્ર મિનેષ ગત રોજ પોતાના ધરે હતા ત્યારે બેડરૂમ બંધ કરી પ્રથમ જંતુનાશક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. અને બાદમાં ચાદરથી પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મોડી સાંજે પરિવાર નિમેષ નો સંપર્ક કરવાની કોશિશ કરતા રૂમ માંથી કોઈ જ ઉત્તર મળ્યો ના હતો. જેને લઇ પરિવાર ને ધ્રાસકો પડ્યો હતો.
વારંવાર કોશિષ છતાં જવાબ ના મળતા અંતે પોલીસમાં જાણ કરતા પોલીસ રૂબરૂ માં દરવાજો તોડી અંદર જોતા મિનેષ પંખા પર લટકતો નજરે પડ્યો હતો જેને લઈ પરિવારજનો ના આક્રન્દ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સ્થળ પર તલાશ કરતા મિનેષ પટેલ ના અંતિમ શબ્દો વાંચી ત્યાં રહેલા લોકો પણ ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
ઘટના અંગે મૃતકના પિતા સુરેશ પટેલે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે મિનેષના નાના ભાઈ ગૌરાંગ ના લગ્ન નક્કી થઇ ગયેલ હોય અને પોતાના લગ્ન બાકી હોય જે બાબતે મનમાં લાગી આવતા આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. ઘરમાં લગ્નના પ્રસંગની ખુશી હતી તેવામાં અન્ય પુત્રના આપઘાતના કારણે પરિવાર શોકમગ્ન બની ગયો છે. પરિવારને સાંત્વના આપવા પાડાશીઓ અને સંબંધીઓ દોડી આવ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.