બેંકિંગ સુવિધાઓ ઘરે ઘરે પહોંચશે:HDFC બેંકે ગામડાંઓમાં સેવા પહોંચાડવા ‘બેંક ઑન વ્હિલ્સ’ વાનની શરૂઆત કરી; અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતેથી અનાવરણ કરાયું

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર તાલુકા પંચાયત કાર્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં એચડીએફસી બેંકના સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને નેશનલ રૂરલ બેંકિંગ હેડ અનિલ ભવાની તથા બેંકના અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી ધવલકુમાર આર.પટેલ દ્વારા બેંકિંગ સેવાઓથી વંચિત ગામડાંઓ સુધી સેવાઓ પહોંચાડવા માટે એચડીએફસી બેંકે ગુજરાતમાં તેની અત્યાધુનિક ‘બેંક ઑન વ્હિલ્સ’વાનનું અનાવરણ કર્યુ હતું. આ વાનને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી.

આ બેંક ઑન વ્હિલ્સ વાન નજીકની શાખાથી 10થી25 કિમીના અંતરિયાળ ગામડાંની મુલાકાત લેશે
અંકલેશ્વરમાં બેંકિંગ સેવાઓથી વંચિત ગામડાંઓ સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવા માટે એચડીએફસી બેંકે આજે ગુજરાતમાં તેની અત્યાધુનિક ‘બેંક ઑન વ્હિલ્સ’ વાનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ બેંકના ગ્રામ્ય બેંકિંગના વ્યવસાયના ભાગરૂપે ‘બેંક ઑન વ્હિલ્સ’ વાન નાણાકીય સમાવેશનની કામગીરીને આગળ વધારવા માટે બેંકની નજીકમાં આવેલી શાખાએથી 10-25 કિમીના અંતરે આવેલા અંતરિયાળ ગામડાંઓની મુલાકાત લેશે. જેમાં ગ્રાહકો તેના મારફતે 21 બેંકિંગ ઉત્પાદનો તેમજ સેવાઓ પ્રાપ્ત કરી શકશે. આ વાન પ્રત્યેક સ્થળે એક નિર્ધારિત સમયગાળા માટે સંચાલન કરશે અને એક દિવસમાં 3 ગામડાંને આવરી લેશે.આથી વિશેષ,આ વાન અઠવાડિયામાં બે વખત દરેક ગામની મુલાકાત લેશે.

આ પાઈલટ પ્રોજેક્ટ રાજ્યમાં બીજી ઘણી વાનો શરૂ કરવાનું આયોજન કરાયું છે
આ પ્રસંગે બેંકના સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને નેશનલ રૂરલ બેંકિંગ હેડ અનિલ ભવાનીએ જણાવ્યું હતું કે, ‘બેંક ઑન વ્હિલ્સ વાનની શરૂઆત કરીને બેંકિંગ સેવાઓને લોકોના ઘર આંગણે પહોંચાડવાનો અમને અત્યંત આનંદ છે. અમારા ગ્રામ્ય બેંકિંગ વ્યવસાયમાં અમે દેશના અંતરિયાળ વિસ્તારોમાં બેંકિંગ સેવાઓની સુલભતાને સુધારવા માટે વિવિધ પગલાં લઈ રહ્યાં છીએ.આ વાન એક પાઇલટ પ્રોજેક્ટનો હિસ્સો છે અને વિવિધ રાજ્યોમાં આ પ્રકારની બીજી ઘણી બધી વાન શરૂ કરવાનું અમારું આયોજન છે. અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતાં લોકોને સેવા પૂરી પાડવાની અસીમ તકો રહેલી છે. બેંકના સ્ટાફ દ્વારા જ સંચાલિત આ વાન એચડીએફસી બેંકની શાખા દ્વારા પૂરી પાડવામાં આવતી હોય તેવી લગભગ બધી જ સેવાઓ પૂરી પાડે છે, જેમાં એટીએમ, કૅશ ડીપોઝિટ મશીન અને ગ્રામ્ય બેંકિંગના ગ્રાહકો માટે કસ્ટમાઇઝ કરવામાં આવેલા એક્સક્લુસિવ પ્રોડક્ટ રેન્જનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...