અંકલેશ્વર હજાત ગામના 24 વર્ષીય શૈશવને અકસ્માત નડયા બાદ તેને બ્રેઇનડેડ જાહેર કરાયો હતો. પરિવારની ઇચ્છાથી તેના સાત અંગોનું દાન કરી સાત લોકોના જીવનમાં ખુશી ભરવામાં આવી છે. હજાત ગામ ખાતે રહેતા મીકેનીકલ એન્જ નીયર અને કોળી પટેલ સમાજના 24 વર્ષીય શૈશવ ગીરી શભાઈ પટેલગત 13 માર્ચના રોજ રાત્રે 8:30 કલાકે પોતાની બુલેટ પર સુણેવથી હજાત જઈ રહ્યો હતો. ત્યારે તરીયા બસ સ્ટેન્ડ પાસે બુલેટ સ્લીપ થઇ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે અંકલે ્વરની જયાબેન મોદી અને બાદમાં સુરત ખાતે ખસેડાયો હતો.
સુરતમાં આવેલા એઈમ્સ સુપર સ્પેશ્ યાલીટી હોસ્પ ટલમાં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. તા. 17 માર્ચના રોજ તેને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. વાલીયાના પીઆઇ કરણસિંહ ચુડાસમા અને શૈશવની બહેન નિધિએ ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલ ેવાલા સમક્ષ અંગદ ાનનો પ્રસ્તાવ મુકયો હતો.
જે બાદ સોટો દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પિટલ અને, ફેફસાં અમદ વાદ K.D હોસ્પ ટલને, લીવર ઝાયડસ હોસ્પિટલ અને બંને કિડનીઓ અમદા ાદની હોસ્પ ટલમાં ફાળવ ામાં આવી હતી.શ ૈશવના અંગોને વિવિધ હોસ્પિટલ ખાતે મોકલવા માટે સુરત પોલીસે ગ્રીન કોરીડોર સહિતની સુવિધાઓ પુરી પાડી હતી.
મારો એકનો એક ભાઇ હતો
મારા ભાઈ આજે ભલે અમારી વચ્ચે રહયો નથી. મારો એકનો એક ભાઈ હતો. તેણે કરેલાં અંગદાનથી એક નહિ પણ 7 જેટલા વ્યક્તિ ને જીવતદાન આપ્યું છે. મારો એક ભાઈ રહ્યો નથી પણ મારા ભાઈ થાકી મને નવા 7 ભાઈ મળ્યા છે. > નિધિ પટેલ, મૃતક શૈશવ પટેલની બહેન
હદય કોસંબાના યુવાનને અપાયું
હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુળ હાંસોટ ના આસરમા ગામ ના રહેવાસી અને હાલ કોસંબા ખાતે રહેતાં યુવાનને આપવામાં આવ્યું છે. મૃતક શૈશવના હદયથી આ યુવાનને નવજીવન પ્રાપ્ત થયું છે. શૈશવના અન્ય અંગો જરૂરીયાત પ્રમાણે દાનમાં આપવામાં આવશે. મૃતક શૈશવની સ્મશાનયાત્રામાં આખું સજોદ ગામ ઉમટી પડયું હતું અને ભારે હૈયે યુવાનને અંતિમ વિદાય આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.