તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણનો મહિમા:ભગવાન રામના અશ્વમેઘ યજ્ઞની રખેવાળી માટે દ્વારપાળ બનેલા હનુમાનજી એટલે નાંગલ ગામના લાખા હનુમાન

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા પુનગામની પાદરે વર્ષો પહેલાં ખોદકામ કરતી વેળા મૂર્તિ મળી આવી હતી

ભગવાન રામના અશ્વમેઘ યજ્ઞ રખેવાળી કરવા દ્વારપાળ બનેલા હનુમાનજી એટલે લાખા હનુમાનજી. નાંગલ બંદર (નાંગલ ગામ) ખાતે ભગવાન રામ દ્વારા કરાયેલા યજ્ઞની શાળા દ્વારા પર બેઠક સ્વરૂપે હનુમાનજી યજ્ઞ સેવા આપી આજે પણ એ જ સ્થિતિ હનુમાનજી મુર્તિમંત જોવા મળે છે. મંદિર ભગવાન હનુમાનજી જમીન 4 ફૂટ નીચે ગર્ભગૃહ માં બિરાજમાન છે. નવા પુન ગામ ની પાદરે વર્ષો પહેલા ખોદકામ કરતી વેળા મૂર્તિ મળી આવી હતી. એક સમયે નાની ડેરી માં બિરાજમાન લાખા હનુમાનજી હવે ભવ્ય મંદિરમાં બિરાજમાન છે.

અંકલેશ્વરથી હાંસોટ રોડ પર 6 કિમી દૂર આવેલા નવા પુનગામના પાદરે ભગવાન શિવના રુદ્ર અવતાર રામ ભક્ત હનુમાનજી લાખા હનુમાનજી સ્વરૂપે બીરાજે છે. લાખા હનુમાનજી પૌરાણીક દંતકથા કે ગાથા જૂજ લોકો જાણે છે. મંદિર ઉત્પત્તિ અંગે આજે પણ રહસ્ય જોવા મળે છે.

આ વચ્ચે સર્વ સહમતી વચ્ચે એક લોકવાયકા જોવા મળે છે. જેમાં ભગવાન રામ દ્વારા નાંગલ બંદરે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. તે દરમિયાન બ્રાહ્મણ ઓ પૂજા માટે ખૂટી જતા સજોદ ના પટેલ સમાજ ના પટેલ ને ભગવાન રામ દ્વારા સિદ્ધરુદ્ર કરી સિદ્ધ રુદ્ર પટેલ બ્રાહ્મણ બનાવી યજ્ઞ સંપન્ન કર્યો હતો. હનુમાનજી ના પરમ ભક્ત લાખા વણઝારા ને જમીન માંથી ભગવાન હનુમાનજી મૂર્તિ મળી હતી જે મનમોહક અને ઔલોકિક હતી. જે મૂર્તિને લાખા વણઝારાએ અહીં નાની ડેરી સ્વરૂપે મંદિર બનાવી સ્થાપના કરી હતી. જે જમીનથી તેનું ગર્ભગૃહ 4 ફૂટ અંદર હતું. પરમ ભક્ત લાખા વણઝારાને લઇ ભગવાન હનુમાનજી જે સ્વયંભૂ રીતે અહીં મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...