તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થાનું કેન્દ્ર:દંત્રાઈ ગામે માતા અંજલીની ગોદમાં બિરાજમાન હનુમાનજી

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ માસના અંતિમ દિવસ અંકલેશ્વરની હનુમાન ટેકરી સ્થિત દંત્રાઈ ખાતે ભક્તો ઉમટ્યા

સોમવતી અમાસ અને શ્રાવણ માસના અંતિમ દિવસે અંકલેશ્વરના હનુમાન ટેકરી દંત્રાઈ ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા. માતા અંજલીની ગોદમાં અહીં ભગવાન બિરાજમાનજી છે. અહીં શનિદેવ તેમજ નવ ગ્રહ નું પણ ભવ્ય મંદિર આવેલા છે. મંદિર ખાતે ભંડારો તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા છે. નર્મદા પરિક્રમા કરવા નીકળેલા પરિક્રમા વાસી રામ શ્રી મહારાજ અહીં આવી વસી ગયા હતા. રામકુંડથી કોટેશ્વર વચ્ચે પરિક્રમા વાસી માટે 40 કિમી અન્ન ક્ષેત્ર નહીં હોવાથી ગ્રામજનોની મદદથી આ આશ્રમ ઉભો કર્યો છે.

શ્રાવણ માસના અંતિમ દિવસ સાથે શનેશ્વરી અમાસ છે. ત્યારે ભગવાન શનિદેવ ,નવગ્રહ અને હનુમાનજી ના મંદિર ના ત્રિવેણી સંગમ એવા અલૌકિક ધામ એટલે હાંસોટ ના દંત્રાઈ ગામના પાદરે આવેલા હનુમાન ટેકરી મંદિરે રામ આશ્રમ આવેલો છે. નર્મદા પરિક્રમા કરતા નર્મદા ભક્ત રામ શ્રી મહારાજ જેઓ મધ્ય પ્રદેશના જબલપુરના વતની છે. અનેકવાર નર્મદાની પરિક્રમા કરી ચુક્યા છે નર્મદા પરિક્રમામાં કરતી વેળા તેવો રામકુંડ બાદ કોટેશ્વર મહાદેવ મંદિર સુધી એક પણ સ્થળે પરિક્રમા વાસી ઓ માટે અન્ન ક્ષેત્ર ના હતું જેને લઇ પરિક્રમા વાસીઓ માટે અન્ન ક્ષેત્ર ઉભું કરવા તેમજ તેમની સેવા માટે અહીં આવી તેવો વસવાટ કર્યો છે.

ગ્રામજનો ને પોતાની ભાવના વ્યક્ત કરતા તેવો દ્વારા 18 વર્ષ પૂર્વે તેમને ગામ ની ગૌ ચરણ માં જમીન આપી અને આજે ત્યાં ભક્તો ની આસ્થાનું કેન્દ્ર એવા હનુમાન ટેકરી હનુમાનજી મંદિર બન્યું છે. અહીં રામ ભક્ત હનુમાનજી માતા અંજલીના ગોદમાં બિરાજમાન છે. જે અંજલી માતા મંદિર ઉપર જ ભગવાન હનુમાનજી દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે જે ભક્તોની આસ્થા નું કેન્દ્ર બન્યું છે. તો મંદિર પ્રાગણ માં ભવ્ય યજ્ઞ શાળા છે. જેની બાજુ માં 2012 માં શનિદેવ ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે. જેમાં ભગવાન શનિદેવ સ્વરૂપે બિરાજમાન થયા છે.

અન્ય સમાચારો પણ છે...