હાંસોટની સાનિયા શેખે હૈદરાબાદના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી 44 આર્મ રેસ્ટલીંગ સ્પર્ધા ( કુસ્તી) માં સિલ્વર મેડલ જીતી છે. તે હવે ઓકટોબર મહિનામાં તુર્કી ખાતે યોજાનારી ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. હૈદરાબાદ ના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 44 નેશનલ આર્મ રેસ્ટલીંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 24 રાજ્યઁનાં 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતના 40 ખેલાડીઓનો પણ સમાવેશ થતો હતો. સ્પર્ધામાં ગુજરાતે 4 સિલ્વર 4 બ્રોન્ઝ અને 1 ગોલ્ડ મેળવ્યાં છે.
80 કીલો ગ્રામ વુમન્સ કેટેગરી માં હાલ સુરત ખાતે રહેતી અને મૂળ હાંસોટની સાનિયા શેખે સિલ્વર મેડલ જીતી બીજા ક્રમે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વુમન્સ કેટેગરી માં ગુજરાત પ્રથમ વખતે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. સાનિયાની હવે તુર્કી ખાતે ઓક્ટોબર 2022 ઇન્ટરનેશનલ આર્મ રેસ્ટલીંગમાં પસંદગી થઇ છે.
આ અગાઉ અમદાવાદ ખાતે યોજાયેલી 34 મી ગુજરાત રાજ્ય આર્મ-રેસ્લિંગ સ્પર્ધાની મહિલા (વુમન) કેટેગરીમાં પણ કુમારી સાનિયા સાદિક શેખ 80 કિલો ગ્રામ ગ્રુપ માં રાઈટ અને લેફ્ટ હેન્ડ બન્ને માં ગોલ્ડ મેડલ મેળવી ચુકી છે. આ ઉપરાંત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની હતી. અને ત્યાં વિજેતા બન્યા બાદ સાનિયા શેખ ની પસંદગી હૈદરાબાદ ખાતે યોજાયેલ નેશનલ ચેમ્પિયનશિપ માં પસંદગી કરવામાં આવી હતી. હવે વર્લ્ડ રેસ્ટલીંગમાં પસંદગી થતા પરિવાર જનો અને હંસોટી સમાજ માં આનંદ ની લાગણી પ્રસરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.