તંત્ર નિદ્રાંધિન:માર્ગ-મકાન વિભાગમાં આવતી હાંસોટ રેસ્ટ હાઉસ કચેરી ખંડેર

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાંસોટમાં આવેલું સરકારી રેસ્ટ હાઉસ જર્જરિત હાલતમાં દેખાઈ રહ્યું છે. - Divya Bhaskar
હાંસોટમાં આવેલું સરકારી રેસ્ટ હાઉસ જર્જરિત હાલતમાં દેખાઈ રહ્યું છે.
  • સરકારી રેસ્ટ હાઉસની મરામત નહીં થતા બિનવારસી હાલતમાં

હાંસોટ રેસ્ટ હાઉસ કે હોરર હાઉસ ? તેવા સવાલ ઉભા થઇ રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ માં આવતી હાંસોટ રેસ્ટ હાઉસ કચેરી ખંડેર બની છે. દીવાલ ધરાશાયી થવાની સાથે અંદર રેસ્ટ પણ ના કરી શકાય તેવી હાલત છે. માર્ગ દુરુસ્ત કરવામાં આંખ આડા કાન કરતા વિભાગ હવે પોતાની જાહેર મિલકત પ્રત્યે પણ અનદેખી સામે આવી રહી છે. હાંસોટ ખાતે સરકારી અધિકારી કે સરકારી પ્રતિનિધિ માટે રોકાણ કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાકા બા હોસ્પિટલ પાસે પેટ્રોલ પંપ નજીક રેસ્ટ હાઉસ ઉભું કરવામાં આવ્યું હતું. વર્ષો થી ત્યાં કાર્યરત રેસ્ટ હાઉસ મરામત ના અભાવે ડરામણી ભાષી રહી છે. રેસ્ટ હાઉસ આગળ પાછળ ઝાડી ઝાંખરા છવાઈ ગઈ છે.

તો અનેક દીવાલ ધરાશાયી થઇ ગઈ છે. રેસ્ટ કરવા પણ યોગ્ય નથી એવી કચેરી પ્રત્યે માર્ગ અને મકાન વિભાગ ની અનદેખી જોવા મળી રહી છે. ખંડેર બનેલી રેસ્ટ હાઉસ હાંસોટ ની એક માત્ર સરકારી રોકાણ સ્થળ છે. વિભાગ દ્વારા અનદેખી કરી નવીનકરણ તો કરવામાં વાત છોડો સફાઈ પણ કરવામાં નથી આવી રહી હોરર શો ની હવેલી જેવી ડરામણી જોવા મળી રહી છે.

કોઈ નજર ના રાખતા અસામાજિક તત્વોનો અડિંગો જામતો હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા આ રેસ્ટ હાઉસ ને રીનોવેશન ના બદલે તોડી પાડી નવી બિલ્ડીંગ ઉભી કરવા માંગ કરાઈ રહી છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ આ પ્રત્યે ધ્યાન આપી કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...