કાર્યવાહી:હાંસોટ પંચાયતે APMCને 2.82 લાખના વેરા બાકી નોટિસ ફટકારી

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોટિસ મળતાં પુનઃ સહકારી રાજકારણ ગરમાયુ
  • ખેતીવાડી​​​​​​​ ઉત્પન્ન બજાર સમિતિનો વેરો જ બાકી

હાંસોટ પંચાયતે એ.પી.એમ.સી હાંસોટ 2.82 લાખ વેરા બાકી નોટિસ ફટકારવામાં આવતા રાજકીય હડકમ સર્જાયો છે. હાંસોટ ગ્રામ પંચાયત દ્વારા APMC ને બાકી વેરો રૂ. 2.82 લાખ ની માંગણા નોટિસ મોકતા પુનઃ સહકારી રાજકારણ ગરમાયું હતું.

હાંસોટમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો વેરો બાકી હોય હાંસોટ ગ્રામ પંચાયત દ્વારા આજરોજ રૂપિયા 2 લાખ 82 હજાર ની માંગણા રસીદ મોકલી રસીદ માં જણાવેલ કે આ બીલ મળ્યા બાદ દિન 15 માં ઉપરોક્ત લેણી રકમ પંચાયત માં ભરપાઇ કરી જવી. જો તેમ કરવામાં નહીં આવે તો ગુજરાત ગ્રામ પંચાયતો ના કાયદા 1993 ની કલમ 215 (2)મુજબ આપના ઉપર નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આમ આશરે 40 દુકાન નું શોપિંગ સેન્ટર ધરાવતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાંસોટ ની આર્થિક સ્થિતિ નબળી પડી હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...