સ્ટેટ ટીમની રેઈડ:ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પંચાટી ભાંગવાડમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક મહિલાને ઝડપી પાડી; બુટલેગર અને માલ આપનારને વોન્ટેડ જાહેર કરાયા

અંકલેશ્વરએક મહિનો પહેલા

અંકલેશ્વર શહેરના પંચાટી ભાંગવાડ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેઈડ કરીને ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટીમે મહિલા બુટલેગર પાસેથી રૂ.12 હજાર અને અંગઝડતી માંથી મળેલા રૂ.32 ઉપરાંત મળીને કુલ રૂ.45,075 નો મુદ્દામાલ ઝડપી પાડયો છે. જ્યારે મુખ્ય બુટલેગરને અને માલ આપનારને વૉન્ટેડ જાહેર કરીને અંકલેશ્વર શહેર પોલીસને સોંપીને વધુ તપાસ હાથ ધરી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહિતીના આધારે રેઇડ કરી હતી
અંકલેશ્વર શહેરના પંચાટી ભાંગવાડા વિસ્તારમાં સુશીલા પરભુ રેવાદાસ વસાવા અને તેનો પુત્ર હરેશ વસાવા ઈંગ્લીશ દારૂનો વેચાણ કરે છે. જે અંગેની માહિતી ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને મળી હતી. જેના આધારે ટીમે પંચોની રૂબરૂ માહિતીવાળા સ્થળ ઉપર રેઈડ કરી હતી. તે સમયે મહિલા બુટલેગર સુશીલા વસાવા એક થેલામાં ઈંગ્લીશ દારૂની બોટલો ભરીને વેચાણ કરતી રંગે હાથે ઝડપાઈ ગઈ હતી. ટીમે તેના થેલામાં ભરેલી ઇંગલિશની દારૂની બોટલો અને મકાનમાં સંતાડીને રાખેલી અલગ અલગ બ્રાન્ડની દારૂની નાની મોટી બોટલો મળીને કુલ 22 નંગ બોટલો કબ્જે કરી હતી. પોલીસે તેમની પાસેથી દારૂની કિંમત રૂ.12,29 5 અને દારૂ વેચાણના રૂ.32,780 મળીને કુલ રૂ.45,075નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહિલા બુટલેગર સુશીલા વસાવાની ધરપકડ કરીને તેના પુત્ર હરેશ વસાવાને અને તે જેની પાસેથી દારૂ ખરીદતાં હતા. તે માંડવાની રેખાબેન નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી છે. ટીમે મહિલા અને મુદ્દામાલને અંકલેશ્વર શહેર પોલીસ મથકે સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...