મુલાકાત:4 ટ્રિલિયન ડોલરના ઔદ્યોગિક ઉત્પાદન સાથે નિકાસમાં 25%ગુજરાતનો ફાળો; ઊર્જા મંત્રી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના AIA હોલમાં રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈની દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો સાથે બેઠક

ઉદ્યોગોના નાના મોટા પ્રશ્નોના નિરાકરણ ની હૈયાધારણ રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ અંકલેશ્વર ખાતેની મુલાકાત દરમિયાન આપી હતી.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચાર ટ્રિલિયન ડોલર ઔધોગિક ઉત્પાદન નિકાસ નો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેમાં 25 ટકા ફાળો ગુજરાતનો રહ્યો તેમ રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું અંકલેશ્વર એ.આઈ.એ હોલ ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા વિવિધ ઔદ્યોગિક વસાહત ના પ્રમુખ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ વાપી તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાત ના ઉદ્યોગ મંડળ પ્રમુખ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના નાણા,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ એ આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનસાથે બેઠક યોજી હતી. મંત્રી કનુ દેસાઈ એ ઉદ્યોગોને લગતી નાના મોટા પ્રશ્નોનોઉકેલ કરવામાં આવશે એવી હૈયાધારણ આપતા જણાવ્યું કે ગુજરાતમાં ઉધોગો અને ખેડૂતોને સિંચાઈમાટે પૂરતી વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે. ગુજરાતમાંઉનાળાના પ્રારંભે દરરોજ 17 હજાર મેગાવોટ વીજળી નો વપરાશ થતો હતો જે વધીને હવે દરરોજ 20 હજાર મેગાવોટ સુધી પહોંચ્યો છે.

તેમ છતાં સરકારના સર્વગ્રાહી આયોજનને પરિણામે ઉદ્યોગોઅને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું. સમગ્રદેશમાં એક માત્ર ગુજરાત જ ઉદ્યોગો અને ખેડૂતોને સૌથી વધુ વીજળી પૂરી પાડે છે, તેમ જણાવતામંત્રીએ ઉમેર્યું કે વીજ ઉત્પાદન માટે ગુજરાત ગેસ, કોલસાઆધારિત વીજ ઉત્પાદન સાથે વિન્ડ અને સુર્ય ઊર્જાના પ્રકલ્પો પણ ઊભા કર્યા છે.

મંત્રી કનુભાઈ દેસાઈ એ જણાવ્યું કે ગુજરાત ઔધોગિક ઉત્પાદન માં અગ્રેસર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીએ ચાર ટ્રિલિયન ડોલર ઔધોગિક ઉત્પાદન નિકાસ નો નિર્ધાર વ્યક્ત કર્યો છે. જેમાં 25 ટકા ફાળો ગુજરાતનો રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રેડએશન મશીન અને ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું
નાણાં મંત્રી કનુ દેસાઈએ જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં આવેલા જે.બી.મોદીકેન્સર સેન્ટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંત્રીએ જે.બી.મોદી કેન્સર સેન્ટરઆવેલ અત્યાધુનિક રેડીએશન મશીન અને ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ જે.બી.મોદી કેન્સર સેન્ટર અગ્રણી કમલેશ ઉદાણીએ કેન્સરસેન્ટરની વિસ્તૃત વિગતો મંત્રીને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...