તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેદી દિવસની ઉજવણી:અંકલેશ્વરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કેદીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર ખાતે કેદી દિવસની ઉજવણી કરવામાં આવી
  • કેદીઓને તેમના હક્ક અને અધિકારોની જાણકારી અપાઇ

અંકલેશ્વરમાં કેદી દિવસની ઉજવણી કરાઈ હતી. એડવોકેટ મંડળની ટીમ પોલીસ મથકે કેદીઓને તેમના હક્ક અને અધિકારની જાણકારી આપી હતી. અંકલેશ્વર શહેર તેમજ અન્ય પોલીસ મથકમાં પણ માર્ગદર્શન કાર્યક્રમ કેદી ઓ માટે યોજાયો હતો.

કેદી ન્યાય દિવસ અંતર્ગત અંકલેશ્વરના એડવોકેટની ટીમ દ્વારા શહેર પોલીસ મથકમાં કેદીઓને તેમના હક્ક અને અધિકારો માટે માહિતી પુરી પાડી હતી 10 ઓગસ્ટના કેદી ન્યાય દિવસ અંતર્ગત અંકલેશ્વર ના એડવોકેટ જાસ્મીકા બેન ગુજ્જર , નીશી બેન સોની અને હેતસ્વી બેન ચૌહાણ દ્વારા જે કેદીઓ ને તેમના હક્ક અને અધિકારો ની જાણકારી નથી તે માટે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં કેદી ન્યાય દિવસ નિમિતે કેદીઓને હક્ક અને અધિકાર અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમના દ્વારા જણાવામાં આવ્યું હતું કે આજના દિવસે એડવોકેટ મંડળની ટીમે અલગ અલગ પોલીસ મથકમાં કેદીઓને આ અંગે જાણકારી આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...