ભક્તિનો સાગર:રાજ્યના પ્રથમ બત્રીસ લક્ષણા ક્ષિપ્રા ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ભવ્ય ઉજવણી

અંકલેશ્વર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારથી ભક્તોની ભીડ જામી : મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

રાજ્યના પ્રથમ બત્રીસ લક્ષણા ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ ભવ્ય ઉજવણી કરી હતી. સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિર ખાતે ગણેશ યાગ, મહા આહુતિ, મહા આરતી સહીત કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. મંગળવાર અને ચોથ હોય અને સુભગ સમન્વય સમગ્ર જિલ્લાના વિવિધ ગણેશ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભક્તોએ લાભ લીધો હતો. દર્શન દરમિયાન કોરોના મહામારીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજમાન એ ભાગ લીધો હતો અને ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના, આરાધના અને શ્રદ્ધાના સથવારે કરી બાપના આર્શીવાદ લે છે. મંગળવારે આવતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે. આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે.

અન્ય સમાચારો પણ છે...