આરોગ્ય પોષણ કાર્યક્રમ:ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને એશિયન પેઈન્ટ્સ.લી દ્વારા અંકલેશ્વરના 10 ગામોમાં આરોગ્ય અને પોષણ કાર્યક્રમની શરૂઆત કરાઈ

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 આંગણવાડીઓમાં આરોગ્ય પોષણ કાર્યક્રમ કરાશે :
  • આંગણવાડી અને શાળામાં બાળકોની નિયમિત હાજરી માટે વાલી સાથે સંવાદ.

ગ્રામ વિકાસ ટ્રસ્ટ, ભરૂચ, એશિયન પેઈન્ટ્સ લિમિટેડ, સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંકલેશ્વર અને આરોગ્ય વિભાગ અંકલેશ્વર સાથે રહી અંકલેશ્વરના 10 ગામોની 16 આંગણવાડીમાં આરોગ્ય અને પોષણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અવાદર, સેંગપૂર, જીતાલી, જુના દીવા, જૂની દીવી, બોરભાઠા જુના, સરફુદીન જુના, હરીપુરા જુના અને સામોર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

3થી 6 વર્ષના બાળકોને ગરમ ભોજન અને નાસ્તો અપાય છે
આ કાર્યક્રમમાં આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધાર માટે સતત પ્રવૃતિશીલ કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાના આરોગ્ય અને પોષણ માટે મદદ અને માર્ગદર્શનના અભિગમથી કાર્ય કરવામાં આવશે. આંગણવાડીની સેવાઓ જેવી કે આંગણવાડીમાં આવતા 3 વર્ષથી 6 વર્ષના તમામ બાળકોને સવારે ગરમ નાસ્તો અને બપોરનું ગરમ ભોજન તૈયાર કરી આપવામાં આવે છે.

બાળકોને બાલશક્તિ માતૃશક્તિ ટેક હોમ રેશન તરીકે અપાય છે
સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ 6 માસથી 3 વર્ષ સુધીના તમામ સામાન્ય અને અતિઓછા વજનવાળા બાળકો, 3 વર્ષથી 6 વર્ષના અતિઓછા વજનવાળા બાળકો, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને કિશોરી લાભાર્થીઓને પૂરક પોષણ આહાર તરીકે બાલશકિત, માતૃશકિત અને પૂર્ણાશકિત ટેક હોમ રેશન(THR) તરીકે આપવામાં આવે છે.

આરોગ્ય અને પોષણના મુખ્ય ઉદ્દેશ્યો આ મુજબ છે
* બાળકો, કિશોરી, સગર્ભા અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય અને પોષણની સ્થિતિમાં સુધાર.

* ​​​​​​​એનિમિયામાં ઘટાડો.

* જાહેર આરોગ્ય સેવાને મજબૂત કરવી.

* સામુદાયિક આરોગ્યના હિતધારકો સાથે સમુદાયમાં જોડાણ કરવું.

* 0-5 વર્ષની ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવું.

* ​​​​​​​આંગણવાડી અને શાળામાં બાળકોની નિયમિત હાજરી માટે વાલી સાથે સંવાદ.

જે અંતર્ગત ગ્રામ વિકાસ ટ્રસ્ટ - ભરૂચ,એશિયન પેઈન્ટ્સ લીમીટેડ દ્વારા 16 આંગણવાડીમાં અને શાળાઓમાં બાળકોના નિયમિત આરોગ્ય ચકાસણી માટે 16 આંગણવાડીમાં વજનકાંટા અને સ્ટેડીઓમીટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...