ભરૂચ LCB પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી:છાપરાના પટેલ ફળીયાના કોમન પ્લોટમાંથી દારૂ સહિત રૂ.2.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો

અંકલેશ્વર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ એલસીબી પોલીસે છાપરાના પટેલ ફળીયા કોમન પ્લોટમાં દારૂ ભરેલી અલ્ટો કાર ઝડપી પાડી હતી. પોલીસે 96 હજાર રૂપિયાની કિંમતની 825 નાની મોટી બોટલ જપ્ત કરી અલ્ટો કાર સાથે રૂ. 2.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બુટેલગર વિગ્નેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાર્ક કરેલી કારમાં દારૂ સંતાડ્યો હોવાની માહિતી હતી
અંકલેશ્વરમાં ગત રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂનું ગોડાઉન ઝડપી પાડયા બાદ બીજી તરફ ભરૂચ.LCBની ટીમે પણ માહિતીના આધારે અંકલેશ્વર તાલુકાના છાપરા ગામ ખાતે બુટેલગર વિગ્નેશ રાજુ વસાવાને મોટા પાયે ઈંગ્લીશ દારૂ મગાવી વેચાણ કરી રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જે આધારે એલસીબીની ટીમે છાપરા ગામના પટેલ ફળીયા નજીક ખુલ્લા પ્લોટમાં સર્ચ કરતા માહિતી આધારે પાર્ક કરેલી એક અલ્ટો કારમાં દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની જાણ થઈ હતી. જેમાં સર્ચ કરતા ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ 825 નંગ મળી આવી હતી.

વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા
​​​​​​​જ્યારે.બુટલેગર કારને જાહેરમાં બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે બુટલગેર વિગ્નેશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે સ્થળ પર થી 2 લાખ રૂપિયાની કિંમતની અલ્ટો કાર અને 96 હજાર ઉપરાંતની કિંમતનો ઈંગ્લીશ દારૂ મળી કુલ રૂ. 2.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...