• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • Gathio Snatched The Phone From ONGC And Fell On The Road, People Rushed And Handed It Over To The Police, Seized 1.6 Lakh Worth Of Valuables Including 13 Mobile Phones.

અંકલેશ્વરમાં ગઠીયાઓ બન્યાં બેફામ:ONGC પાસે ગઠિયો ફોન ઝૂંટવી ભાગવા જતાં માર્ગ પર પટકાયો, લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો, 13 મોબાઈલ સહિત 1.6 લાખનો મુદ્દામાલ કબ્જે

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના ONGC ઓફીસ નજીક બાઈક લઈને આવેલા ગઠિયો રાહદારીનો ફોન ઝૂંટવી ભાગવા જતાં માર્ગ પર પટકાતા લોકોએ ઝડપી પાડીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને હવાલે કરી દીધો હતો. જે અંગે પોલીસે તેની પાસેથી એક બાઈક અને કુલ 13 નંગ મોબાઈલ કબ્જે લઈને કુલ રૂ.1.06 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને અન્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બે દિવસ પહેલા આ ગઠિયાને પકડી પોલીસને સોંપેલો
અંકલેશ્વરના તીર્થનગરમાં રહેતા અને મૂળ ઝારખંડના રાજેન્દ્ર સાહેબરા અને બાલમુકુંદ પંડિત અંકલેશ્વરની શાકમાર્કેટમાંથી મહાવીર ટર્નિંગ જતા રોડ ઉપર ચાલતા-ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન ONGC ઓફીસ પાસે પાછળથી બાઈક નંબર-GJ-16-DE- 2970 ઉપર આવેલા ગઠિયાએ રાજેન્દ્ર સાહેબરાના હાથમાં રહેલા ફોન ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રાજેન્દ્રભાઈએ તેમના હાથમાંનો મોબાઈલ ફોન નહીં છોડતા બાઈક પર સવાર ગઠિયો નીચે માર્ગ ઉપર પટક્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તેને પકડી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને તપાસ અર્થે સોંપી દીધો હતો.

પોલીસે કડક પૂછતાછ કરતા તેની પાસેથી 13 મોબાઈલ કબ્જે કર્યા
આ બનાવ બાદ એકશનમાં આવેલી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના PSI એ.એચ.ચૌહાણે કડક પૂછતાછ કરતા તેની પાસેથી અલગ અલગ કંપનીના લોકો પાસેથી સ્નેચિંગ કરેલા કુલ 13 મોબાઈલ ફોન કિંમત રૂ.76,500 અને એક બાઈક કી રૂ.30 હજાર મળીને કુલ રૂ.1,06,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે તેની સાથેના અન્ય આરોપી સતીશ રાજુભાઇ વસાવાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

આરોપીઓ કઈ રીતે ગુનાને અંજામ આપતા હતાં
આ આરોપીઓ રસ્તામાં ચાલતા રાહદારીઓ અથવા વાહનમાં જતા હોય અને જે ફોન ઉપર વાત કરતા હોય તેવા લોકોને ટ્રાગેટ કરી બાઈક ઉપર આવી મોબાઇલ ઝુંટવી લઇ ભાગી જવાની ટેવવાળા છે. આ સ્નેચીંગ કરેલા મોબાઇલો પોતાના ગામ ખાતે પોતાને પૈસાની જરૂર છે તેમ કહી ગામલોકોને નજીવી કીમતમાં વેચી દેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...