હાથ આયા પર મુંહ ન લગા:અંકલેશ્વરમાં ગઠિયો બાઈક પરથી નીચે પટકાયો; હાથમાંથી ફોન ખેંચીને ભાગવા જતાં બનાવ બન્યો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજ કાલ ગુનેગારોને જાણે પોલીસનો ડર ન રહ્યો હોય તેમ બેફામ બન્યો છે. રસ્તામાં જતા રાહદારીઓને પણ બાઈક ઉપર ચાલતા શિકાર બનાવે છે. એવોજ એક કિસ્સો અંકલેશ્વરમાં બનવા પામ્યો છે. જ્યાંશાકમાર્કેટમાંથી મહાવીર ટર્નિંગ જતા રોડ ઉપર ઓ.એન.જી.સી. ઓફીસ પાસે રાહદારીનો ફોન ઝુંટવી ભાગવા જતા ગઠીયાને પકડી પાડી એ-ડીવીઝન પોલીસના હવાલે કર્યો હતો.

બે ગઠિયા પૈકી એકે ફોન ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો
અંકલેશ્વરના તીર્થનગરમાં રહેતા અને મૂળ ઝારખંડના રાજેન્દ્ર સાહેબરા અને બાલમુકુંદ પંડિત ગતરોજ શુક્રવારના રોજ કામ અર્થે બજારમાં નીકળ્યાં હતાં. તેઓ અંકલેશ્વરની શાકમાર્કેટમાંથી મહાવીર ટર્નિંગ જતા રોડ ઉપર ચાલતા-ચાલતા જઈ રહ્યાં હતા. તે દરમિયાન ઓ.એન.જી.સી. ઓફીસ પાસે પાછળથી બાઈક ઉપર આવેલા બે ગઠીયા પૈકી પાછળ બેઠેલા ઇસમે રાજેન્દ્ર સાહેબરા ઉરાવનાના હાથમાં રહેલો ફોન ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રાજેન્દ્ર એ તેના હાથમાંનો મોબાઈલ ફોન નહીં છોડતા બાઈક પર સવાર ગઠિયો નીચે માર્ગ ઉપર પટકાયો હતો.

પોલીસે ફરાર ગઠિયાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી
ત્યાર બાદ રાજેન્દ્ર સાહેબરા અને બાલમુકુંદ પંડિતે એક ગઠીયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથે બાઈક લઈને આવેલો એક ગઠિયો ફરાર થઇ ગયો હતો. ઝડપાયેલા ગઠિયાને અંકલેશ્વર એ-ડીવીઝન પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે પકડાયેલા ગઠિયાની પુછપરછ કરતા તે ઝઘડિયા તાલુકાના માલપોર ગામના માનસિંગ ફળિયામાં રહેતો અનીલ હસમુખ વસાવા હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે તેની અટકાયત કરીને તેની સાથેના અન્ય ગઠીયાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...