તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:અંક્લેશ્વરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારંગપુરના લક્ષ્મણ નગર ખાતે આવેલી ચામુંડા જનરલ સ્ટોરની આડમાં ગેસ રિફિલિંગ કરી વેચાણ થતું હતું
  • પોલીસે દરોડા પાડી 7 ગેસ બોટલ, વજન કાંટો, રિફિલિંગ પાઇપ મળી 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

અંકલેશ્વર માં વધુ એક જનરલ સ્ટોર ધારક ગેસ રિફિલિંગ કરતા ઝડપાઈ જવા પામ્યો હતો. સારંગપુર ના લક્ષ્મણ નગર ખાતે આવેલ ચામુંડા જનરલ સ્ટોર ની આડ માં ગેસ રિફિલિંગ કરી વેચાણ થતું હતું. જીઆઇડીસી પોલીસે દરોડા પાડી 7 ગેસ બોટલ, વજન કાંટો, રિફિલિંગ પાઇપ મળી 17.400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્ટોર સંચાલક ની ધરપકડ કરી હતી. ગેસ બોટલ ક્યાંથી લાવ્યો તે અંગે પોલીસ તપાસ આરંભી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના સર્વેલન્સ સ્કોર્ડ ના એ.એસ.આઈ સુકાભાઈ તેમજ સ્ટાફ ના સભ્યો સાથે સારંગપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તેને ચોક્કસ બાતમી મળી હતી કે લક્ષ્મણ નગર ખાતે સોનલ પાર્ક માં ચામુંડા જનરલ સ્ટોર માં ગેસ રિફિલિંગ કૌભાંડ ચાલી રહ્યું હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જે આધારે ચામુંડા જનરલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા જ્યાં પોલીસે બિન અધિકૃત રીતે ગેસ રિફિલિંગ કરતા દુકાનદાર બકસી રોશન ખત્રી રંગે હાથે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની

પાસેથી 7 જેટલા નાના મોટા ગેસના બોટલ તેમજ વજન કાંટો અને ગેસ રિફિલિંગ કરવા ની પાઇપ મળી પોલીસે કુલ 17.400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ વિધિવત બકસી રોશન ખત્રીની ધરપકડ કરી હતી અને ગેસ ની બોટલ ક્યાં થી મેળવી હતી તે અંગે વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...