ગણેશોત્સવ:હજાત ગામના ગણેશ મંડળે બાપ્પા એરલાઇન્સ બનાવી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરમાં એરપોર્ટ યોજના પાછી ઠેલાતાં હજાત ગામે ગણેશ પંડાલમાં અનોખી થીમ ઊભી કરી

અંકલેશ્વર હજાત ગામના ગણેશ મંડળ દ્વારા બપ્પા એરલાઇન્સ બનાવી છે. અંકલેશ્વર માં એરપોર્ટ યોજના અધ્ધર તાલ વચ્ચે હજાત ગામે બપ્પા એરલાઇન્સ ઉભી કરી છે. હજાત ગણેશ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ મંડપ માં એરપોર્ટ નું દ્રશ્ય ઊભું કરી બપ્પા પાછળ બપ્પા એરલાઇન વિમાન ઉડાવ્યો છે. યુવાનો એ કરેલું ડેકોરેશન ગામ તેમજ આજુબાજુ ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જ્યાં ક્યારે વિમાન પણ ના ઉતરી શકે કે લોકો વિમાન માં જવા માટે માત્ર વિચાર કરવો પડે તેવા સમયે ગણેશ ભક્તો દ્વારા પોતાની કલ્પના શક્તિ વડે લોકો ની ઈચ્છા ને અભિવ્યક્તિ આપી છે. અંકલેશ્વર માં એર સ્ટ્રીપ ની સરકાર યોજના કાગળ પર રહી જવા પામી છે.

અમરત પુરા ખાતે જમીન પર એરસ્ટ્રીપ બનાવવાની કામગીરી અટકી પડી છે. ભરૂચ જિલ્લા વાસીઓ નું એરપોર્ટ નું સ્વપ્ન હજી માત્ર કલ્પના જ જોવા મળે છે. ઔદ્યોગિક હબ હોવા છતાં હવાઈ સેવા જિલ્લા માં નથી. જે વચ્ચે અંકલેશ્વર ના હજાત ગામના યુવાનો દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન જાણે જિલ્લા વાસીઓ ની હવાઈ મુસાફરી સેવા ઈચ્છા પૂર્ણ કરતા હોય એમ બપ્પા એરલાઇન નું દ્રશ્ય ઊભું કર્યું છે.

જેમાં શ્રીજીની પ્રતિમા પાછળ વિશાલ વિમાન નું સર્જન કર્યું છે જેના પર બપ્પા એરલાઇન નામ આપવામાં આવ્યું છે. તો બપ્પા ની પ્રતિમાની બીજી તરફ એરપોર્ટ નું આલ્હાદક દ્રશ્ય ઊભું કરવામાં આવે છે. જે દ્રશ્ય નિહાળવા ગ્રામજનો તેમજ આજુબાજુ ગામના લોકો આવી રહ્યા છે અને ગ્રામજનોના આકર્ષણ નું કેન્દ્ર બનવાની સાથે જાણે બપ્પા એરલાઇન્સ માં બપ્પા પરમ ધામ પાસે તેમની ભક્તિ કરવા પહોંચતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...