તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:ગાંધીજીએ સત્ય-અહિંસાથી દેશને એકસૂત્રમાં બાંધ્યો, આરીફ ખાન

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 70 દેશોને વેક્સિન પૂરી પાડીને ભારતે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
 • કેરલના રાજ્યપાલે દાંડીયાત્રામાં ભાગ લઇને ઉત્સાહ વધાર્યો

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે 12મી માર્ચે અમદાવાદથી શરૂ થયેલી દાંડીયાત્રાના સોળમાં દિવસે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેથી સજોદ ગામ તરફ જવા પ્રસ્થાન થઈ હતી. સજોદ ગામે આવેલા કેરળના રાજ્યપાલ આરીફ મોહંમદ ખાને પદયાત્રામાં સહભાગી થઈ યાત્રિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ વેળાએ પદયાત્રીઓ સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે તમે સાધારણ પદયાત્રીઓ નથી દાંડીયાત્રાનો સંદેશો દેશને પહોચાડી રહ્યા છે. તેમજ પદયાત્રી મૃણાલી હાડે સાથેની વાતચીતમાં કહ્યું કે તમે ખૂબ જ નાની વયે દાંડીયાત્રામા જોડાયા છો તે ખૂબ જ આનંદની વાત છે.

સજોદ ગામના ગ્રામજનોએ હરોળમાં ઉભા રહીને યાત્રીઓ પર પુષ્પાવર્ષા કરી હતી. “ભારત માતાકી જ્ય “ અને ગાંધીજી અમર રહો” ના નારોઓથી તેમને આવકાર્યા હતા અને શાળાની બાળાઓએ તેમનું સ્વાગત કર્યુ હતું. સજોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પદયાત્રીઓઓનેસંબોધન કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, અંગ્રેજો ગાંધીજીની દાંડી યાત્રાને નાનકડી કૂચ ગણીને ગંભીરતાથી લીધી ન હતી. પગપાળા યાત્રા એટલા માટે મહત્વની સાબિત થઈ કારણ કે દાંડીકૂચથી ક્યારેય અસ્ત ન થતાં બ્રિટિશ સામ્રાજ્યને હચમચાવી નાંખ્યું હતું. પગપાળા ચાલવું એ આત્મબળનું પ્રતિક છે.

ભારતીય સંસ્કૃતિ શીખવે છે કે સાચું બળ સંખ્યા, નાણાં કે ભૌતિક સંસાધનોથી નહીં, પરંતુ આત્મશક્તિથી પ્રાપ્ત થાય છે. દાંડી યાત્રાના આખરી દિવસોમાં 50 થી 60 હજાર લોકોનું સમર્થન મળ્યું જે અંગેજો સામેની લડાઈમાં નિર્ણાયક સાબિત થયું એમ જણાવતાં કેરલના રાજ્યપાલ આરિફ મોહંમદ ખાને વધુમાં કહ્યું કે, પૂજ્ય બાપુનું એક એક કાર્ય, તેમના જીવનનું પ્રત્યેક પગલું આધ્યાત્મિકતાના તેજમાંથી ઉદ્દભવતું હતું. બાપુ માનતા હતા કે સત્ય એ જ ઈશ્વરનું બીજું રૂપ છે.

ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઈતિહાસને વિદેશી શક્તિઓએ હાંસિયામાં ધકેલી ભારતીયોને સતત નીચા દેખાડવાનું કાર્ય કર્યું, પરંતુ પૂજ્ય બાપુએ દેશને જાગૃત્ત કરી એકસૂત્રમાં બાંધ્યો. ગાંધીજીની અહિંસાનો અર્થ કાયરતા અને શક્તિહીનતા સાથે નથી, જોખમો સામે લડવું, સ્વરક્ષણ કરવું, પરંતુ દુશ્મનો સામે પણ કુટિલ ભાવ ન હોવો એ અહિંસા છે. દાંડી યાત્રામાં સહભાગી થવાનો અવસર મળ્યો તે બદલ કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભારત હંમેશા સર્વસ્વનો વિચાર કરે છે
બાપુના વિચારો સાથે આજે પણ ચાલી શકાય છે. બાપુના કદમો પર ચાલીને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવું શક્ય છે. માનવતા માટે કુરબાની આપવી એ દેશ અને દેશવાસીઓનો સ્વભાવ છે, એટલે જ વિશ્વના 70 જેટલા દેશોને કોરોના વેક્સીન પૂરી પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, માનવતાના કાર્યમાં ભારત હંમેશા સ્વ નહીં પણ સર્વસ્વનો વિચાર કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો