અંકલેશ્વરમાં 6 જુગારીઓ ઝડપાયા:સ્ટ્રીટ લાઈટ નીચે ખુલ્લામાં જુગાર રમતા હતા; પોલીસે રેડ પાડી રૂ. 22 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાનોલી પોલીસે સંજાલી ગામે હોળી ચકલા નજીક ક્રિક્રેટ ગ્રાઉન્ડની પાસે જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 22 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટ્રીટ લાઈટના નીચે ખુલ્લામાં જુગાર રમતા હતા
અંકલેશ્વર શહેરમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરીને નવા પાનોલી પોલીસ મથક લોકોની સેવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે પાનોલી પોલીસ મથકનો સ્ટાફ દીવાળીના તહેવારો નિમિત્તે તેમના વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતાં. એ સમયે સંજાલી ગામે હોળી ચકલા ક્રિક્રેટ ગ્રાઉન્ડની પાસે ઇલેક્ટ્રીક લાઇટના થાંભલા નીચે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યાં હતા. તે સ્થળને ચારેય બાજુથી કોર્ડન કરીને રેઇડ કરીને 6 જુગારીઓને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે સ્થળ ઉપરથી દાવ પર લગાવેલા રૂ.1550 અને અંગઝડતીમાંથી મળેલા રૂ. 20,650 મળીને કુલ રૂ. 22,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે સ્થળ પરથી 6 જુગારીઓને ઝડપી પાડ્યાં હતા
જ્યારે પોલીસના હાથે ઝડપાયેલા (1) સીનોદ રામરાજ સિંહ હાલ રહે સનસાઇન રેસીડેન્સી અંક્લેશ્વર, (2) કાલીચરણ સુંદરલાલ બ્રીજલાલ લોધી રહે સંજાલી રેસીડેન્સી સ્મશાનની બાજુમાં અંક્લેશ્વર, (3) જિતેન રામનાયરણ કમલ રહે હોલી ચકલા રમેશના મકાનમાં સંજાલી અંક્લેશ્વર, (4) લીલાધર મનુલાલ પ્રજાપતિ રહે સંજાલી રેસીડેન્સી સ્મશાનની બાજુમાં અંક્લેશ્વર, (5) સંજીવ ઉર્ફે બિનુ મોહરસિંહ ગૌતમ રહે એમ.બી.પટેલની બિલ્ડીંગ અંક્લેશ્વર અને (6) રામલખન છોટેલાલ રાઠોડ રહે સીરાજ બિલ્ડીંગમાં સંજાલી અંકલેશ્વરનાઓને ઝડપી પાડીને જુગાર ધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...