લોકોમાં આક્રોશ:ગડખોલની મીઠા ફેક્ટરીમાં ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકોને ભારે પરેશાન

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતમાં રજૂઆત છતાં પરિણામ નહિં મળતા લોકોમાં આક્રોશ

અંકલેશ્વરના ગડખોલ ગામના મીઠા ફેક્ટરીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું રહ્યું છે પંચાયત દ્વારા કચરો ના ઉઠાવતા લોકો પરેશાન બની ઉઠ્યા છે. પ્લાસ્ટિક કચરો ખાવાથી બે ગૌમાતા ના મોતનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. સ્વચ્છ ભારત ની પહેલ વચ્ચે પણ પંચાયત ના મીઠા ફેક્ટરી વિસ્તાર ટ્રેક્ટર વડે કચરો ઠાલવી સળગાવી ને નિકાલ કરવામાં આવી રહ્યો છે. પંચાયત માં વારંવાર રજૂઆત છતાં પરિણામ ના મળતા લોકો માં ભારે રોષ ફેલાયો છે.

અંકલેશ્વરના ગડખોલ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે.કચરો ઉઠાવવામાં આવી ન હોવાથી ઠેર ઠેર કચરાના ઢગ ખડકાયા છે .ગ્રામજનો ને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.ગંદકી થી પરેશાન ગામના મીઠા ફેક્ટરી પાછળ આવેલ વિસ્તાર ના યુવાનો કચરો ન ઉઠાવતા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

તેવો દ્વારા કચરો ના ઉઠાવતા ગાય દ્વારા કચરા માં પ્લાસ્ટિક ખાવા થી 2 ગાય ના મૃત્યુ થયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. પંચાયતને રજુઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી તેમ કહી તંત્ર સામે રોષ પ્રગટ કરી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. દેશમાં વડાપ્રધાન સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે ગડખોલ ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...