તસ્કરી:અંકલેશ્વરના જલારામ એપાર્ટમેન્ટમાંથી રૂ. 2.60 લાખની મત્તા તસ્કરો ચોરી ગયા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામકુંડ રોડ પર આવેલ તપસ્વી નગરમાં પણ તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ

અંકલેશ્વરના ભરૂચી નાકા જવાહર બાગ બાજુ માં આવેલ જલારામ એપાર્ટમેન્ટ માં પુનઃ તસ્કરો ત્રાટક્યા હતા. અને એક જ રાત્રી માં 3 જેટલા ફ્લેટ ને નિશાન બનાવ્યા હતા. તસ્કરો બીજા માળે આવેલા ફ્લેટ નંબર 35 માં પ્રહેતા હિરેનભાઈ અશોકભાઈ સોની પરિવાર સાથે ગત રોજ રાજપારડી ખાતે કામ અર્થે બહાર ગામ નીકળ્યા હતા તે દરમિયાન તેમના બંધ ફ્લેટ ને તસ્કરો નિશાન બનાવી દરવાજા ને કોઈ સાધન વડે ખોલી અંદર પ્રવેશ્યા હતા અને અંદર રહેલ તિજોરી માંથી સોના ચાંદી ના દાગીના અને 2.60.800 રૂપિયા ની મત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા.

જે અંગે સવાર પાડોશી દ્વારા જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. એન એફ.એસ.એલ, ડોગ સ્કોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટની થી મદદ થી વધુ તપાસ આરંભી હતી. ઘટના અંગે હિરેન સોની દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા 2.60 લાખ રૂપિયા ની ચોરી નો ગુનો નોંધી તેમજ અન્ય 2 ફ્લેટ માં ચોરી નો નિષ્ફળ પ્રયાસ નોંધી વધુ તપાસ નો દોર શરુ કર્યો હતો.

આ ઉપરાંત અંકલેશ્વર રામકુંડ રોડ પર પણ તસ્કરો તપસ્વી નગર માં એક બંધ મકાન ને નિશાન બનાવ્યું હતું અને ઘર માં પ્રવેશી સમાન વેર વિખેરી કરી નાખ્યો હતો જો કે કઈ ના મળતા તસ્કરો વીલા મોઢે પરત ફર્યા હતા. અંકલેશ્વર શહેરમાં થઈ રહેલા ચોરીના બનાવોને લઇ પોલીસ દ્વારા પેટ્રોલિગ વધારવા તેમજ નાઈટ બંદોબસ્ત ગોઠવા શહેરી જનો માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...