તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:અંકલેશ્વરની કંપનીમાંંથી રૂા. 5 લાખ રોકડની ચોરી

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીમાં લગાવેલા સીસીટીવીમાં 2 તસ્કરો કેદ
  • સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ

અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની બિલ્ડવેવ એન્જિનિયરિંગ કંપનીની ઓફિસમાંથી તસ્કરો 5.10 લાખ અંદર પ્રવેશતા તેમજ ઓફિસમાં ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. જીઆઇડીસી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોનું પગેરું શોધવાની તજવીજ આરંભી હતી.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી બિલ્ડવેવ એન્જિનિયરિંગ કંપનીમાં તસ્કરોએ ત્રાટકી ઓફિસમાંથી રોકડા રૂા 5.10 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.બિલ્ડવેવ એન્જિનિયરિંગ કંપની સંચાલક કોઈ કામ અર્થે કંપનીની ઓફિસ બંધ કરી મધ્યપ્રદેશ ગયા હતા. એ દરમિયાન બે ઇસમો કંપનીની ઓફિસમાં પ્રવેશ્યા હતા અને કબાટમાં મુકેલા રોકડા રૂ.5.10 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

કંપની સંચાલકોએ ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં બે ઇસમો નજરે પડ્યા હતા. તેઓએ મોઢે રૂમાલ બાંધ્યા હતા. બનાવની જાણ થતાં જ જીઆઇડીસી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કંપનીના જગદીશ પીઠિયાની ફરિયાદના આધારે તસ્કરોનો પગેરું મેળવવા શોધખોળ આદરી હતી. સમગ્ર ઘટના જોતા જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.પોલીસે સીસીટીવીમાં દેખાતા ઈસમોના વર્ણન આધારે હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સની મદદથી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...