તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:હાંસોટમાં પેટ્રોલ પંપ સંચાલક સાથે છેતરપિંડી કરનાર ઝબ્બે

અંકલેશ્વર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતનો ભેજાબાજ CCTVના આધારે ઝડપાયો

અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ સામે પેટ્રોલ અને CNG પમ્પ પર મંગળવારે સાંજે એક યુવાન નંબર પ્લેટ વગરની મોપેડ લઈને આવ્યો હતો. પમ્પના સંચાલક અને મેનેજરના નામો મેળવી તેમના નામે ફીલરો પાસે જઈ તેને 100-200ની નોટની સામે ₹500ના દરની નોટ જોઈતી હોવાની વાત કરી હતી. બીજી તરફ ભેજાબાજે ઓફિસમાં જઇ મેનેજરને પણ ઉંધી ટોપી પહેરાવ્યા બાદ 2 ફિલર પાસેથી રોકડા 14-14 હજાર લઈ લીધા હતા. જે બાદ મોપેડ લઈ ઠગ મોપેડ હંકારી પેટ્રોલ-CNG પમ્પ પરથી 500ની નોટો લેવાના બહાને ₹28000ની રોકડ લઈ ફરાર થઈ ગયો હતો.

હાંસોટના રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર પણ આજ ભેજાબાજે આવી જ રીતે ફિલરો અને હાજર સ્ટાફ સાથે ઠગાઈ કરી હતી. હાંસોટ પોલીસે છેતરપિંડી કરનાર ઈસમને સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા હ્યુમન રીસર્ચ અને ટેકનીકલની મદદથી આરોપી અહેમદ રઝા ઉર્ફે અયાન યકીન તૈલી ઉ. વ 22 રહે. 401, હોળી બંગલા, સોપારીવાલા કંપાઉન્ડ, વરીયાળી બજારથી ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...