અંકલેશ્વર ના ઉદ્યોગકાર 61 લાખની બેન્ડિંગ મશીન મેળવવા 27 લાખ ગુમાવ્યા ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી છે. ઉદ્યોગકાર સાથે અમદાવાદ અને પુણેના 2 ઠગની બેન્ડિંગ મશીન અપાવવાના નામે રૂ.27 લાખની ઠગાઈ કરી હતી. મૂળ વડોદરા ના શ્રીરામ ડિસિંગ વર્ક્સના માલિક ને કુલ રૂ. 61 લાખના મશીન માટે આરોપી ઓ એ તુર્કીની મુસાફરી પણ કરાવી વિશ્વાસમાં લીધા હતા. પૈસા પરત મેળવવાનું ઉદ્યોગપતિ કોરોનાની ચપેટમાં પણ આવ્યો હતો.
અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલી સ્વસ્તિક પાર્ક સોસાયટીમાં રહેતા સુરેશ બચુભાઇ લુહાર અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલી મેઘમણી ચોકડી સ્થિત શ્રી રામ ડિસિંગ વર્ક્સ માં ફેબ્રિકેશન અને એન્જીનીરિંગ નો વ્યવસાય કરે છે. જેઓએ 2 વર્ષ પહેલાં પ્રોડક્શન વધારવા માટે બેન્ડિંગ મશીન ની શોધમાં હતા.
તેમના પરિચિત અમદાવાદના ચાંદખેડા શરણમ રેસિડેન્સીમાં રહેતા કુલદીપ જગતસિંહ સિંહએ દિગમ્બર આત્મારામ રાણે સાથે સંપર્ક કર્યો હતો. જેઓએ તેને ડીલ પેટે પ્રથમ ચાર લાખ અને ત્યારબાદ અલગ અલગ રીતે મળી કુલ 27 લાખ રૂપિયા માંગ્યા હતા. અને જે બાદ કુલદીપ જગતસિંહ સિંહએ દિગમ્બર આત્મારામ રાણેને મશીન અંગે પૂછપરછ કરતા તેઓ ઉડાઉ જવાબ આપતા હતા.
ત્યારે કંપનીના માલિક સુરેશ લુહાર એ તેઓ પાસે રૂપિયા પરત માંગતા તેઓ ફોન પર અપશબ્દો ઉચ્ચારી તેને મારી નાખવાની ધમકી આપતા હતા. જે અંગે તેઓ પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા કંપનીના માલિક બે ઠગ વિરુદ્ધ GIDC પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે. કે બે વર્ષમાં ઉદ્યોગપતિને ન તો મશીન મળ્યું ઉપરાંત તુર્કીનો પ્રવાસ કરતા કોરોના પોઝિટિવની ભેટ મળી હતી. અને લાખો રૂપિયા ભેજાબાજોએ ચાઉં કરી લીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.