અંકલેશ્વરમાં ફિલ્મને ટક્કર મારે એવી લૂંટ:યુનિયન બેંકમાંથી ચાર બુકાનીધારી રૂ. 22.70 લાખ લૂંટી ભાગ્યા, પોલીસે પીછો કરતાં સામસામે ફાયરિંગ થયું, એક લૂંટારો ઘાયલ

અંકલેશ્વર4 દિવસ પહેલા
  • બેન્કનો ગેટ બંધ કરી કર્મચારી અને ગ્રાહકોને બંધક બનાવી લૂંટ આચરી
  • રૂ. 22.70 લાખ, 3 દેશી કટ્ટા અને ગોળીથી ઘવાયેલ એક લૂંટારું હિરાસતમાં
  • જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડ્યો

અંકલેશ્વર શહેરના પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં ભર બપોરના સમયે ત્રાટકેલા ચાર જેટલા અજાણ્યા ઈસમોએ બંદૂકની અણીએ બેંકમાંથી લૂંટ ચલાવી હતી. બેન્કનો ગેટ બંધ કરી કર્મચારી અને ગ્રાહકોને બંધક બનાવી આ શખ્સોએ રૂ. 22.70 લાખની લૂંટ આચરી હતી. બેંકમાંથી લૂંટ કરી સુરત તરફ ભાગેલા લૂંટારુઓનો પોલીસે પીછો કર્યો હતો. જેમાં પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામ સામે ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયા બાદ એક લૂંટારુ પકડાઈ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં તેમજ અન્ય એક રહીશે પોતોના મોબાઈલમાં કેદ કરી હતી.

યુનિયન બેંકમાં ભર બપોરે ચાર ઈસમોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી
યુનિયન બેંકમાં ભર બપોરે ચાર ઈસમોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી

લૂંટારૂઓએ રૂ. 22.70 લાખની લૂંટ આચરી
અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં ભર બપોરે ત્રાટકેલા ચાર ઈસમોએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી આ લૂંટારૂઓએ રૂ. 22.70 લાખની લૂંટ આચરી હતી. બે બાઇક લઈને આવેલા આ ચાર લૂંટારુઓ રૂપિયાના થેલાં ભરીને ભાગવા જતા બેંકનો સ્ટાફ તેમની પાછળ દોડતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જો કે પોલીસ પણ આ લૂંટારુઓ પાછળ ભાગી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સમગ્ર લૂંટની ઘટના બહાર રાહદારીઓએ તેમના મોબાઇલ ફોનમાં કેદ કરી લેતા લૂંટારુઓ જાહેર માર્ગ ઉપર ભાગતા નજરે પડી રહ્યા છે.

જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

પોલીસ-લૂંટારુઓ વચ્ચે સામસામે ફાયરીંગ, એક પકડાયો
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામ સામે ફાયરિંગની ઘટના બાદ એક લૂંટારું પકડાઈ ગયો હતો જે ઘાયલ હોઈ તેને સારવાર હેઠળ ખસેડાયો છે. બનાવના પગલે તમામ એક્ઝીટ પર નાકાબંધી કરવામાં આવી હતી. આ લુંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. તો લુંટારુઓ જ્યારે નાસી રહ્યા હતા ત્યારે બેન્કની સામે આવેલ એક કોમ્પ્લેક્ષમાં રહેતા રહીશે પોતાના મોબાઈલમાં આ ઘટના કેદ કરી હતી. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા લીના પાટીલ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે.

પોલીસ અને લૂંટારુંઓ વચ્ચો સામસામે ફાયરીંગ થયું, એક લૂંટારું ઘાયલ
પોલીસ અને લૂંટારુંઓ વચ્ચો સામસામે ફાયરીંગ થયું, એક લૂંટારું ઘાયલ
લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ

લૂંટારુએ બંદૂક તાકી પણ કોન્સ્ટેબલ ન ડર્યા
અંક્લેશ્વરના સાયબર સેલમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા કોઇ કામઅર્થે યુનિયન બેન્ક પાસેના ગેટ નજીક આવતાં બે શખ્સોની શંકાસ્પદ હિલચાલ જણાઇ હતી. દરમિયાનમાં તેમણે બહારથી જોતાં અંદરની હલચલ જોઇને લૂંટ ચલાવાઇ રહી હોવાનું લાગતા઼ તેઓ તેમનું વાહન પાર્ક કરી બેન્કમાં જઇ રહ્યાં હતાં. તે વેળાં લૂંટારૂઓએ લૂંટને અંજામ આપી તેમને તમંચો બતાવી તેમને બેન્કમાં ધક્કો મારી ત્યાંથી ભાગી ગયાં હતાં. બેન્કમાં લોકોએ તેમને લૂંટ અંગેની જાણ કરતાં તેઓ તુરંત લાકડી લઇને લૂંટારૂઓ પાછળ દોડ્યાં હતાં. તેમણે હિંમતભેર લૂંટારૂઓ સામે બાથ ભડતાં એક લૂંટારૂએ બે રાઉન્ડ ફાયર કરવાની કોશિષ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...