તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:અંકલેશ્વર પાલિકા પૂર્વ ઉપ પ્રમુખે ભાજપમાંથી રાજીનામુ ધરી દીધું

અંકલેશ્વર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોદ્દેદારોમાં પાર્ટી સામે અસંતોષ : સોશિયલ મીડિયા પર પણ બળાપો

અંકલેશ્વર નગરપાલિકા પૂર્વ ઉપ પ્રમુખ કલ્પેશ મોદી ( તેલવાલા) ગત રોજ ફેસબુક પર ભાજપ સામે અને કોરોના સામેની વેદના વ્યક્ત કરતા પોસ્ટ મૂકી ખળભળાટ મચાવી દીધો હતો. તેમણે પાર્ટી માંથી રાજીનામુ આપી દીધા બાદ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવતા પોસ્ટ મૂકી હતી જેમાં લખ્યું હતું. “ ખબર હતી કે કોરોનાની બીજી લહેર ફરી આવશે સમય પણ હતો એક વર્ષનો લોકોએ મોદી ફંડ પણ છુટા હાથે આપ્યું પણ પણ પણ સમય તો ચૂંટણીમાં વેડફી નાખ્યો. પ્રચાર માં વેડફી નાખ્યો લોકો મારતા રહ્યા ને ભાઈ સાહેબ બંગાળમાં દીદી દીદી કરવા ગયા.

પબ્લિક મારતા મૂકી ધરતા તો હોસ્પિટલો ઉભી કરી શકતા એક વર્ષને સમય હતો. ઇન્જકેશન,દવાઓ પૂરતા બેડ મળે ઓક્સિજન મળે પૂરતો આવું કરી શકતા હતા પણ ધ્યાન ફક્ત ચૂંટણીમાં જ હતું. પબ્લિકને આત્મનિર્ભર બનાવી છટકી ગયા જવાબદારી માંથી જેવી પોસ્ટ લખી મૂકી હતી જે જોત જોતા સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ હતી. લોકો તેને ફોટો સ્નેપ બનાવી પોસ્ટ વહેલી કરી હતી. જે કિસ્સો ટોક ઓફ ઘી ટાઉન બન્યો હતો આ અંગે કલ્પેશ તેલવાલાનો સંપર્ક કરતા તેવો જણાવ્યું હતું કે આ મારી અંતર આત્મા ની વેદના છે એટલે પાર્ટી માંથી રાજીનામુ અપાયું છે.

કોરોના ની મહામારી જે લોકો મોતની ખપ્પર માં હોમી રહ્યા છે. ત્યારે તંત્ર દર્દી ની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. અને જેને અમે આદર્શ માનતા હતા તેવોએ લોકો ચિંતા ના કરી ચૂંટણી માં વ્યસ્ત રહ્યા જે મારી અંતર આત્મા ને ખુંચી રહ્યું હતું જેને લઇ હું રાજીનામુ આપ્યું છે અને આ મારી અંતર ની વેદના સોશ્યલ મીડિયા પર ઠાલવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો