તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:અંકલેશ્વર લાયન્સ ક્લબ પૂર્વ પ્રમુખે માતૃશ્રી જન્મ  74 વૃક્ષ વાવી ઉજવણી કરી

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાયન્સ ક્લબ ના પૂર્વ પ્રમુખ ગોપાલ શાહ ના માતૃશ્રી ના 74 માં જન્મ દિવસ નિમિતે અનોખી રીતે ઉજવણી કરવાનો નીર્ધાર કરી ઝગડીયાના નાના સાજા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના જતન સાથે વર્તમાન સમયમાં ઉભી થયેલી ગ્લોબલ વોર્મિગ અસર વચ્ચે વૃક્ષ એ જ જીવન છે અને એક વૃક્ષ એક જીવન છે.

તે ઉકતી ચરિતાર્થ લાયન્સ ક્લબ ના પૂર્વ પરમઉખ ગોપાલ શાહએ તેમની માતૃશ્રી ગીતાબેન શાહ ના 74 માં જન્મ દિવસ અનુલક્ષી ને વૃક્ષારોપણ કાર્યક્રમ નાના સાજા ગામ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં 74 વૃક્ષ જેમાં આંબા, ચીકુ, નારિયેળ, ફનસ વગેરે ના વૃક્ષો વાવેતર કરી તેના જતન માટે નો નીર્ધાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...