તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અંકલેશ્વરની લ્યુપિન કંપનીના નામે 8.45 લાખ ખંખેરી લેતો પૂર્વ કર્મચારી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભેજાબાજે કર્મચારીએ ત્રણ દુકાનધારકો પાસેથી ખરીદ કરી સગેવગે કરી દીધા
  • કંપનીના ધ્યાને આવતા અંતે પૂર્વ કર્મચારી વિરુદ્ધ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

અંકલેશ્વરની લ્યુપિન કંપનીના નામે 8.45 લાખનો સમાન વેપારીઓ પાસેથી પૂર્વ કર્મચારી લઇ લીધો હોવાની ઘટના સામે આવી છે. કંપનીના હ્યુમન વેલ્ફેર રિસર્ચ ફાઉન્ડેશનમાં સીએસઆર કામગીરી કરતા છુટા કરેલા કર્મચારીએ કંપનીનું નામ વટાવ્યું હતું. ત્રણ દુકાનધારકો પાસેથી ખરીદ કરી સગેવગે કરી દીધા હતા. કંપનીના ધ્યાને આવતા અંતે પૂર્વ કર્મચારી વિરુદ્ધ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત લ્યુપિન લિમિટેડ કંપની દ્વારા કંપની હ્યુમન વેલ્ફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન લોકોના કલ્યાણકારી કામો માટે સ્થાપના કરી હતી.

જે કંપનીમાં 20 જાન્યુઆરી 2020 ગત 25 ફેબ્રુઆરી 2021 દરમિયાન અશ્વિન કુમાર જોષી મોરબીના ઘાટીલાના નોકરી કરતા હતા. કંપનીની સીએસઆર પ્રવુતિ દરમિયાન તેમની કામગીરી શંકાસ્પદ જણાઇ હતી તેમજ ગેરરીતિ આચરતા હોવાનું સામે આવ્યું હતું જે આધારે કંપની દ્વારા તેની પૂછપરછમાં ગેરરીતિની કબૂલાત કરતા કંપનીએ તેને નોકરીમાંથી છુટા કરી દીધા હતા.

દરમિયાન અશ્વિન જોષીએ કંપનીના નામે અંકલેશ્વરની અરોમા ટ્રેડર્સમાંથી 7 લાખનો વિવિધ સરસામાન તેમજ નર્મદા ફર્નીચર્સમાંથી 45 હજાર રૂપિયાનું ફર્નિચર અને એસ.જે. કોમ્પ્યુટરમાંથી લેપટોપ અને પ્રિન્ટર 1 લાખનો સમાન કંપનીના નામે કંપનીને જાણ કર્યા વગર લીધો હતો.

તેમજ સીએસઆર પ્રવૃત્તિ દરમિયાન લાભાર્થી પાસેથી પૈસા મેળવી અંગત કામમાં ઉપયોગ કરતા હોવાની વિગતો સપાટીએ આવતા અંતે કંપનીના નામે વેપારીઓ જોડે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કંપનીના ચેતનસિંહ રાઠોડે જીઆઇડીસી પોલીસ મથકે નોંધાવતા પોલીસે છેતરપિંડી કરનાર પૂર્વ કમર્ચારી અશ્વિન જોષીને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...