તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ભંગાર માર્કેટમાં ગેરકાયદે પ્રવૃતિ પર નજર રાખવા ટીમોની રચના

અંકલેશ્વર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિનઅધિકૃત દબાણ,તેમજ પ્રદુષણ ફેલાવા સહીતની પ્રવૃતિ પર નજર
  • કાપોદ્ર- ભરકોદ્રામાં 2 ટીમ બનાવી : પ્રક્રિયાનું મોનીટંરીગ રિપોર્ટ કરશે

અંકલેશ્વરને આવેલા કાપોદ્રા અને ભરકોદ્રા ગામની હદના વિવિધ ભંગાર માર્કેટમાં જમીન દબાણ, સરકારી પ્લોટ પર દબાણ, સહીત ભંગાર વેપારીઓ દ્વારા તાંત્રિક મંજૂરી વિના ચલાવામાં અાવતા વેપલાઓને લઇ આગ સહીત અનેક દુર્ધટના સર્જાય છે. તેમજ તેમના દ્વારા બિન અધિકૃત રીતે કેમિકલ નિકાલ સહીત કેમિકલ બેગનું ધોવાણ પણ મંજૂરી વગર કરાઇ રહ્યું છે. જે અંગે વારંવાર ઉઠી રહેલી ફરિયાદો આધારે અંકલેશ્વર મામલતદાર અને ટીડીઓની અધ્યક્ષતામાં મળેલી વિવિધ વિભાગની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

જીપીસીબી સહીત મહેસુલ, વિભાગ અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં ગેરકાયદે ભંગારની પ્રવૃત્તિ રોકવા અંકલેશ્વર ટીડીઓ તથા મામલદારે કાપોદ્રા અને ભડકોદ્રાની ટીમ બનાવી છે. જેમાં ભરકોદ્રાની ટીમમાં 15 જેટલા અલગ અલગ ગામના તલાટીઓ તેમજ ટીમ 2 કાપોદ્રામાં 13 જેટલા તલાટીઓની નિમણુંક કરાઇ છે. જે ટીમ દ્વારા રોજે રોજ મોનીટરીગ સર્વેલન્સ અંગે જરૂરી રિપોર્ટ ગ્રામ્ય સર્કલ ઓફિસર, મામતલદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરાશે. ટીમના ગઠન બાદ તેની રચના અંગે SDM અંકલેશ્વર અને જિલ્લા કલેક્ટર ભરૂચને પણ જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...