તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની ગાઇડલાનના ધજાગરા:ભડકોદ્રાના હાટમાં ખરીદી કરતાં સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક ભુલાયાં

અંકલેશ્વર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભરકોદ્રામાં ભરાતા હાટ બજારમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા હતા. - Divya Bhaskar
ભરકોદ્રામાં ભરાતા હાટ બજારમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા હતા.
 • અંકલેશ્વરના બજારોમાં કોરોનાની ગાઇડલાનના ધજાગરા ઉડ્યા
 • હાટમાં આવેલા લોકો અને લારીધારકોએ પણ માસ્ક પહેર્યા નહોતા

અંકલેશ્વરમાં કોરોના મહામારી વચ્ચે ભડકોદ્રા ગામે બેદકારી સામે આવ્યા હતા. અહીં ભરાયેલા હાટ બજારમાં સોશિયલ ડિસ્ટન્સ વગર અને માસ્ક વગર લોકોની ભીડ ઉમટી જાી હતી.લારી ધારકોની પણ ઘોર બેદરકાર જણાયા હતા.

અંકલેશ્વરમાં દિવસે દિવસે કોરોના દર્દી સંખ્યામાં વધારો થયો છે. ગ્રામ્ય તેમજ શહેર અને નોટીફાઈડ વિસ્તારમાં કોરોના દર્દી વધી રહ્યા છે. આ વચ્ચે ભરકોદ્રા ગામ વિસ્તારમાં બુધવારી હાટ બજાર ભરાય છે. જેમાં કોરોના મહામારીની એસઓપીના ધજાગરા ઉડતા જોવા મળ્યાં હતા.

આ એટલુંજ લારી ધારકો પણ માસ્ક વિના તેમજ તેમની પાસે સેનિટાઇઝ પણ ના હતું. સોશિયલ ડિસ્ટન્સના માર્ક પણ ન હતા. ત્યાં ખરીદદારી કરવા આવતા લોકો પણ માસ્ક વિના નજરે પડતા હતા અને કોઈપણ જાતના સોશ્યલ ડિસ્ટન્સ વગર બેફામ ફરતા હતા. જેથી કોરોના ફેલાવામાં સુપર સ્પ્રેડર બની શકે તો તેમાં શંકાને સ્થાન નથી. પંચાયત દ્વારા તેમજ વહીવટી તંત્ર દ્વારા આ પરત્વે ધ્યાન આપી જરૂરી એસઓપી નું પાલન કરવા તેમજ લોકોને જાગૃત કરે તેનો પ્રયાસ કરે તે અત્યંત જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો