ચેક:R&Bની રોડની કામગીરી પર વન વિભાગની બ્રેક, મકાન વિભાગની કામગીરી ચાલી રહી હતી

અંકલેશ્વર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાલિયા રોડ પર એરફોર્સની કેબલ લાઈન ચેક કરવા માટેની માર્ગ અને મકાન વિભાગની કામગીરી ચાલી રહી હતી

અંકલેશ્વર -વાલિયા રોડ પર કોસમડી સુધી ફોરલેન અધૂરી કામગીરી કરવાં માટે થઇ રહેલ ખોદકામ વન વિભાગે અટકાવી દીધું હતું. ફોરલેન માર્ગ માટે વરસાદી પાણી ના નિકાલ માટે નાળું નાખવા તપાસ કરવામાં આવી રહી હતી. જ્યાં એરફોર્સની કેબલ લાઈન કેટલો ઉંડાણમાં છે તપાસ કરવા માર્ગ અને મકાન વિભાગ રોડની બાજુમાં ખોદકામ કરી રહ્યા હતા. જેને વન વિભાગે અટકાવી દિધું હતું.   

નાળું નાખવામાં આવનાર છે જ્યાં એરફોર્સની કેબલ લાઇન પસાર થાય છે
અંકલેશ્વર વાલિયા માર્ગને ફોરલેન બનાવા સ્થાનિક ઉદ્યોગકારો તેમજ રહીશો તંત્રમાં રજુઆત હતી જેને લઇ રાજ્ય સરકાર અને સ્થાનિક ધારાસભ્ય અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલને અંકલેશ્વર- વાલિયા તરફનો કોસમડી સુધીનો માર્ગ ફોર લેન કરવાની મંજૂરી રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિન પટેલ પાસે મંજુર કરાવી હતી. ફોરલેન કામગીરી માટે જરૂરી મંજૂરી આપી હતી જે આધારે માર્ગ અને મકાન વિભાગે ઇજારદાર સાથે 6 કીમી માર્ગ પૈકી 3 કિમિ કામગીરી પૂર્ણ કરી હતી દરમિયાન લોક ડાઉન આવતા કામગીરી અટકી જવા પામી હતી. જે અટકેલી કામગીરી પૂર્ણ કરવાની તજવીજ રૂપે માર્ગ બાજુ માં વરસાદી પાણી નિકાલ માટે નાળું નાખવામાં આવનાર છે જ્યાં એરફોર્સની કેબલ લાઇન પસાર થાય છે.

તે કેટલા અંદર સુધી છે તે ચકાસણી કરવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું

જેને નુકશાન ના પહોંચે તે માટે તે કેટલી ઉંડાણમાં છે તે તપાસ કરવા માટે માર્ગ અને મકાન વિભાગ તેમજ રોડ ઇજારદારએ જેસીબીની મદદ થી રોડ બાજુમાં ખોદકામ કરવાની શરૂઆત કરતાજ વન વિભાગ દોડી આવ્યું હતું. રોડ માર્જિનની વન આરક્ષિત જગ્યા હોવાનું જણાવી વન વિભાગની મંજૂરીના દસ્તાવેજી પુરાવા માગતા વિવાદ સર્જાયો હતો જેને લઇ કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી વિજય પઢીયાર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે એરફોર્સ ના કેબલ નેટવર્ક કેટલું ઉંડાણમાં જમીન માં છે તે તપાસી નાળું નાખવા માટે તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં આરક્ષિત વનની જગ્યાને લઇ કામગીરી અટકી છે. આવતી કાલે તમામ વિભાગ સાથે સંકલન સાધી કામગીરી કરવામાં આવશે. વાલિયા ચોકડી થી કોસમડી સુધીના 6 કીમી ફોર લેનની કામગીરી શરૂં કરવામાં આવી છે. અને ખાસ કરી એરફોર્સના કેબલને નુકશાન ના પહોંચે તે માટે તે કેટલા અંદર સુધી છે તે ચકાસણી કરવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...