તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં ભયનો માહોલ:સેંગપુરની સીમમાં દીપડાની લટાર, પીંજરા મુકી દીપડાને પકડવા વન વિભાગે કાર્યવાહી શરૂ કરી

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર તાલુકાના સેંગપુરની સીમમાં દીપડો ફરતો દેખાયો હતો. - Divya Bhaskar
અંકલેશ્વર તાલુકાના સેંગપુરની સીમમાં દીપડો ફરતો દેખાયો હતો.

અંકલેશ્વરના સેંગપુર ગામની સિમમાં દીપડા ની લટાર મારતો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક ખેડૂતે રાત્રીના વિડીયો બનાવી વાયરલ કર્યો હતો.સપ્તાહ પૂર્વે પણ દીપડો દેખાયો હતો. વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ દ્વારા પીંજરા મુકવાની તજવીજ આરંભી હતી. ગ્રામજનો માં ફફડાટ ફેલાયો છે. છેલ્લા 5 વર્ષમાં સેંગપુર ગામમાં દીપડો દેખાદેવાની ચોથી ઘટના સામે આવી છે. તો અગાવ 2 વાર સેંગપુર ગામે થી દીપડો ઝડપાયો હોવાનું જોવા મળ્યું છે.

અંકલેશ્વર તાલુકાના સેંગપુરની સીમમાં દીપડો ફરતો દેખાયો હતો.
અંકલેશ્વર તાલુકાના સેંગપુરની સીમમાં દીપડો ફરતો દેખાયો હતો.

અંકલેશ્વર તાલુકાના પૂર્વ પટ્ટી પર છેવાડાના સેંગપુર ગામ ખાતે ફરી દીપડો દેખાદેવાની ઘટના સામે આવી છે. ગત 29 મી જાન્યુઆરીના રોજ દીપડો દેખાદેતા સરપંચ મહેન્દ્ર વસાવા દ્વારા વન વિભાગમાં ફરિયાદ કરી હતી જો વન વિભાગ પાંજરા મૂકે એ પૂર્વે ફરી 2 જી ફેબ્રુઆરીના રોજ રાત્રી ના દીપડો દેખાવાની ઘટના સામે આવી છે. ગામ ના ખેડતૂ નીતિન પટેલ છેલ્લા 3 દિવસ થી દીપડાએ રાત્રી ના ખેતર માર્ગો પર નિહાળો હતો. જેને ગત રાત્રીના ફરી માર્ગ પર દેખાદેતા તેને વિડ્યો બનાવ્યો હતો અને ગામ ના સરપંચને જાણ કરી હતી અને વન વિભાગ ને વિડ્યો મોકલી પાયો હતો. વન વિભાગે વિડીયો અને ગ્રામજનો ની રજુઆતને ધ્યાન આપી સેંગપુર ગામમાં પાંજરા મુકવાની તજવીજ આરંભી હતી.

આ અંગે ગામના ખેડૂત મહેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે ગામની સિમમાં દીપડો ગત 29 મી જાન્યુઆરી ના રોજ પણ દેખાયો હતો આ અંગે વન વિભાગ ને પણ જાણ કરવામાં આવી છે. ગત રોજ ફરી દીપડો દેખાયો હતો. જેને ગામ ના ખેડૂતએ વિડીયો બનાવ્યો છે. જે અંગે પણ વન વિભાગ ને જાણ કરી છે. તો વિડ્યો બનાવનાર ખેડૂત નીતિન પટેલએ જણાવ્યું હતું કે છેલ્લા દિવસ થી લગાતાર દીપડાને જોતો આવ્યું છે. અગાવ પણ સરપંચને આ અંગે જાણ કરી હતી.લોકો જણા કરતા તેવો સાચું માનતા ના હતા એટલે ગત રાત્રી ના દીપડો દેખાદેતા તેનો વિડીયો બનાવ્યો હતો ને ગ્રામજનો ને તેમજ સરપંચને આપ્યો છે. અને ગામમાં દીપડો હોવાની જાણ કરી છે.

ગામમાં દીપડો હોવાનો વિડીયો વાયરલ થતા ગ્રામજનો માં ફફડાટ જોવા મળ્યો છે. ખાસ કરી રાત્રી ના ખેતરો માં જતા ખેડૂતોની ચિંતા વધારી છે. આ અંગે અંકલેશ્વર વિસ્તરણ અધિકારી દિનેશભાઈ ડામોરએ જણાવ્યું હતું કે ગ્રામજનો ની ફરિયાદ અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાંજરા મુકવા ઉપરાંત દીપડા પર નજર રાખવા પેટ્રોલિગ કરવામાં આવશે અને દીપડો ઝડપ થી ઝડપી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો