અંકલેશ્વર શહેરમાં ઉદ્યોગોના કારણે ગોડાઉનોની સંખ્યા વધારે છે ત્યારે બુટલેગરોએ હવે ગોડાઉન ભાડે રાખી વિપુલ માત્રામાં દારૂનો જથ્થો સંગ્રહ કરવાનો કિમિયો અજમાવ્યો છે. સ્ટેટ વિજિલન્સની ટીમે સારંગપુર વિસ્તારના એક ગોડાઉન પર છાપો મારી 22.45 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડયો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના પી.આઈ. એસ.સી. તરડે તેમજ ટીમે સારંગપુર ગામની સીમમાં શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાં છાપો માર્યો હતો. ગોડાઉનની અંદર ઉભેલી ટ્રકમાંથી દારૂની પેટીઓ ઉતારવામાં આવી રહી હતી.
પોલીસે ગોડાઉનમાંથી દારૂની 18 હજાર કરતાં વધારે બોટલો કબજે કરી છે જેની કિમંત 22.45 લાખ રૂપિયા થવા જાય છે. સ્થળ પરથી ટ્રક ડ્રાઈવર સંપતલાલ મેવાડા, પ્રહલાદ કલાલ અને ઘનશ્યામ મેવાડાની ધરપકડ કરી હતી. આ તમામ રાજસ્થાનના રહેવાસી છે. આ ગોડાઉન કોનું છે અને કોણે ભાડે રાખ્યું હતું તેની વિગતો મેળવવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ અંકલેશ્વરમાંથી દારૂનું ગોડાઉન પકડાયું હતું જેને અમદાવાદના બુટલેગરે ભાડે રાખ્યું હતું. સ્ટેટ વિજિલન્સની ટીમના લોકેશન આપી દેનારા કોન્સટેબલોની ધરપકડ બાદ હવે ભરૂચમાં દારૂની રેઇડો સફળ થઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.