તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:અંકલેશ્વરમાં 2 સ્થળેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંદાડા ગામેથી 26 બોટલ સાથે શખ્સ પકડાયો
  • ભાદી ગામે 11 બોટલ સાથે બુટેલગર ઝડપાયો

અંકલેશ્વર શહેર તેમજ તાલુકા પોલીસે 2 સ્થળે થી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. શહેર પોલીસે અંદાડા ગામ થી 26 બોટલ સાથે બુટેલગરને ઝડપી પાડ્યો હતો. તો તાલુકા પોલીસે ભાદી ગામે 11 બોટલ સાથે બુટેલગરને ઝડપી પાડી જેલભેગા કર્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસે અંદાડાના બોરીગ ફળીયામાં રહેતા તેજશ પટેલ નામના બુટેલગરના ધરે દરોડા પાડ્યા હતા જ્યાં મીણીયા કોઠારા સંતાડેલ ઈંગ્લીશ દારૂનો 26 બોટલ મળી આવી હતી પોલીસે 2600 રૂપિયા ઉપરાંતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ બુટેલગર જેલ ભેગો કર્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસે ભાદી ગામ ખાતે આવેલ ગોવા ટેકરી ખાતે રહેતા બુટલેગર યુસુફ ઈબ્રાહીમ કારભારીના ધરે દરોડા પાડ્યા હતા જ્યાં ઘર માં સંતાડેલ ઈંગ્લીશ દારૂની 1 બોટલ મળી આવી હતી પોલીસે 1100 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...