તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અંકલેશ્વરમાં 2 સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો

અંકલેશ્વર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે મહિલા બુટલેગરને જેલમાં ધકેલી આપી

અંકલેશ્વરમાં 2 સ્થળેથી ઈંગ્લીશ દારૂ શહેર પોલીસ તેમજ એલસીબી પોલીસે ઝડપી પાડયો હતો. ભરૂચ એલ.સી.બીએ માંડવા ટોલ પ્લાઝા નજીક મીણીયા કોથળામાં ઈંગ્લીશ દારૂ લઇને આવેલા 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 26 હજાર ઉપરાંતનો ઈંગ્લીશ દારૂ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસે અંદાડા ગામે મલીલા બુટલેગર 6 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી પાડી મહિલા બુટેલગરને જેલભેગી કરી હતી.

અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ માંડવા ટોલ પ્લાઝા પાસે ભરૂચ એલ.સી.બી પોલીસ પેટ્રોલિગ માં હતી તે દરમિયાન ટોલ પ્લાઝા નજીક એક ટ્રક બાજુ માં 2 ઈસમો મીણીયા કોથળા લઈ ઉભેલા હતા જેમને શંકા આધારે પોલીસે ચેક કરતા તેમની પાસે રહેલ મીણીયા કોઠારામાં ઈંગ્લીશ દારૂની નાની મોટી મળી આવી હતી પોલીસે 84 બોટલ જપ્ત કરી હતી અને કુલ 26400 રૂપિયાનો મુદ્દામાલ રૂપે દારૂ જપ્ત કર્યો હતો. તેમજ પોલીસે કેશવ ઉર્ફે કિશોરથી રંગ ગીતે અને જ્ઞાનેશ્વર તુકારામ નિબાળકરની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો