બેઠક:ગુજરાતમાં પ્રથમ વખત ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદ નસીન કાઉન્સિલની મિટીંગ યોજાઈ

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંભેટા ગામે હઝરત અબ્દુલ રહેમાન ચિસ્તીની દરગાહ શરીફ ખાતે બેઠક
  • અજમેરથી કાઉન્સિલના ચેરમેન હઝરત સૈયદ નસીરુદ્દીન બાવા ઉપસ્થિત

હાંસોટ તાલુકાના અંભેટા ગામે આવેલ હઝરત અબ્દુલ રહેમાન ચિસ્તી બાવા ની દરગાહ શરીફ ખાતે ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદ નશીન કાઉન્સિલ ની એક અગત્યની મીટીંગ યોજાઈ હતી જેમાં અજમેર થી ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદ નસીન કાઉન્સિલના ચેરમેન હઝરત સૈયદ નસીરુદ્દીન બાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત માં પ્રથમ વાર ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદ નશીન કાઉન્સિલ ની હાંસોટ તાલુકાના અંભેટા ગામે આવેલ હઝરત અબ્દુલ રહેમાન ચિસ્તી બાવા ની દરગાહ શરીફ ખાતે મિટિંગ યોજાય હતી. આ મીટીંગ માં અજમેર શરીફ થી હઝરત સૈયદ જૈનુલ આબેદીન દીવાન ના પુત્ર અને ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદ નશીન કાઉન્સિલના ચેરમેન હઝરત સૈયદ નસીરુદ્દીન બાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગુજરાત રાજ્ય તેમજ ગુજરાત ની બહાર નાં બીજા રાજ્યમાં પણ સૂફી સંતો ઉપસ્થિત રહ્યા હતા.

મીટિંગ માં દેશ ની શાંતિ તેમજ દરેક ધર્મના લોકોમાં ભાઈચારો બની રહે તેવી અનેક પ્રકાર ની ચર્ચા વિચારણા કરવા માં આવી હતી અને ભારત દેશ ની તમામ દરગાહની ખાન કા ને એક અગત્ય નું સ્થાન મળે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી.તેમજ દરગાહ ની ખાનકા ઓ માં હિન્દુ મુસ્લિમ તેમજ અનેક ધર્મના લોકો આવે છે. કોઈ પણ ધર્મ માં નફરત ન ફેલાય અને ભાઈ ચારો અને મોહબ્બત બની રહે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે અંભેટા હઝરત અબ્દુલ રહેમાન ચિસ્તી બાવા દરગાહ ના દરગાહ ના ગાદીપતિ સૈયદ જીયાઉદ્દીન ચિસ્તી નિઝામી સહીત ના સૂફી સંતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...