તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંગદાન મહાદાન:ભરૂચમાં સૌપ્રથમ વખત બ્રેઇનડેડ વ્યક્તિની કિડની અને લીવરના દાનથી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દર્દીને કિડની આપી

અંગદાન એ મહાદાન સૂત્ર ઘણી વાર વાચ્યું કે સાંભળ્યું હશે. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં પ્રથમ વખત આ સૂત્ર સાર્થક થયું છે. સુરતના ઓલપાડ સાયણ રોડ પર આવેલા કુમકુમ બંગલોઝમાં રહેતા 60 વર્ષીય કાંતિભાઈ પ્રજાપતિ ઓલપાડ હાંસોટ રોડ પરથી બાઇક પર પસાર થઈ રહ્યાં હતા એ દરમ્યાન રાયમાં ગામ નજીક ભૂંડ આવી જતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને હાંસોટ સરકારી દવાખાના બાદ અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તબીબોએ તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.

તબીબોએ પરિવારને અંગદાન અંગે માહિતી આપતા પરિવારજનોએ સહમતી આપી હતી.સુરતની લાઈફ ડોનેટ સંસ્થાના નિલેશ માંડલેવાલા અને તેમની ટીમે જરૂરી મંજૂરી લઈ અંકલેશ્વર પહોંચ્યા હતા. જ્યા કાંતિભાઈના શરીરમાંથી બે કિડની અને લીવર કાઢ્યા હતા. તેઓની કિડની અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જરૂરિયાતમંદ દર્દીને અપાઇ રહી છે.લીવરનું અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

આમ બ્રેઇન ડેડ વ્યક્તિના શરીરના અંગોના કારણે 3 વ્યક્તિને નવજીવન મળ્યું છે. આ કામગીરીમાં સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના પ્રતિનિધિઓ અને અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલના તબીબોએ સરાહનીય કામગીરી કરી હતી. તો પ્રજાપતિ પરિવારની પહેલના કારણે 3 વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થયું છે.

અન્ય સમાચારો પણ છે...