તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી પહેલા પાળ:અંકલેશ્વરમાં ફ્લડ કંટ્રોલ રૂમ ઉભો કરાયો, બે લાઈફ બોટ,એમ્બ્યુલન્સ, ફાયર ટેન્ડરની ટીમો સ્ટેન્ડબાય

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાના 4 મહિના પાલિકાના ફાયર કંટ્રોલ રૂમમાંથી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી

અંકલેશ્વર પાલિકા એ ફ્લડ કંટ્રોલ રૂમ ઉભો કર્યો છે. પ્રતિ વર્ષ ની જેમ 2 લાઈવ બોટ, એમ્બ્યુલન્સ, ફાયર ટેન્ડર સહિત ટીમ સજ્જ કરાઇ છે. વરસાદી પૂર સહિત મકાન ધરાશય થી માંડી વૃક્ષ ધરાશાયી જેવી ઘટના પર રેક્સ્યૂની કામગીરી કરશે. કંટ્રોલરૂમ નંબર જાહેર કરી ચોમાસાના ચાર મહિના પાલિકાના ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટીમ સ્ટેન્ડ બાય સાથે એલર્ટ રહેશે.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી રૂપે જર્જરિત મકાનો ઉતારી લેવા નોટીસ ફટકારી હતી. તેમજ વરસાદી કાંસ ની સફાઈ કરવામાં આવી હતી. હવે અંકલેશ્વર ભરૂચી નાકા ખાતે ફાયર સ્ટેશન ખાતે ડીઝાસ્ટર ફ્લડ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં ફાયર ટીમ ને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. તેમજ 2 લાઈવ બોટ, એમ્બ્યુલન્સ, ફાયર ટેન્ડર સહિત ટીમ સજ્જ કરવામાં આવી છે. તેમજ તમામ એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા પાલિકા પ્રમુખ વિનય વસાવા એ જણાવ્યું હતું કે પ્રતિ વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ ફ્લડ કંટ્રોલ રૂમ તૈયાર કરી હેલ્પલાઈન નંબર ફાયર નો જાહેર કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવો તેમજ ફ્લડની સ્થિતિ ઉદ્દભવે તો તેને પહોંચી વળવા ટીમ ને સજ્જ કરવામાં આવી છે. જે ઇમરજન્સી સમયે કોલ આવતા જ કામગીરી કરશે હાલ પણ શહેર માં થી વૃક્ષ ધરાશાયી કે મકાન ધરાશાયી થયા હોવાની ફરિયાદ મળતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી રહી છે. ત્યારે પૂર જેવી સ્થિતિ સર્જાય તે સમયે પહોંચી વળવા સજ્જ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...