અંકલેશ્વરના માંડવા ગામ નજીક નેશનલ હાઇવે નંબર 48 ને અડી ને આલ્કેમ લેબોરેટરીઝનું API ડિવિઝન આવ્યું છે. કંપની એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિએન્ટ્સ બનાવતી કંપનીમાં શનિવારે પ્લાન્ટ 3 અને 4 વચ્ચે ઉત્પાદનની પ્રક્રિયા બપોરે 12 વાગ્યાના અરસામાં ચાલી રહી હતી.
પ્રક્રિયા વેળાં ટેન્ક માંથી સોલ્વન્ટ ટ્રાન્સફર કરતા સમયે સ્ટેટિક ચાર્જ જનરેટ થયા આગ ભભૂકી હતી. સોલ્વન્ટના કારણે આગે જોત જોતામાં મોટું સ્વરૂપ પકડતા જ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર સુધી ફેલાયા હતા. ઘટનાને લઇ લેબોરેટરીઝ માં ફરજ બજાવી રહેલા 9 કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
તેઓ સલામત રીતે કંપની બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ ફાયર ફાઈટરોને થતા 5 ફાયર ટેન્ડર સ્થળ ઉપર દોડી આવી એક કલાકની જહેમત આગ ઉપર કાબુ મેળવ્યો હતો. એક કર્મચારીને સ્મોક બહાર કાઢવા ગ્લાસ તોડતી વેળા કાચ વાગતા ઇજા પહોંચી હતી. સ્થળ ઉપર ઇન્ડસ્ટ્રીયલ ફાયર સેફટી એન્ડ હેલ્થ દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.
ઘટના અંગે વિભાગના મદદનીશ નિયામકે જણાવ્યું હતું કે ઘટના સોલ્વન્ટ ટેન્ક માંથી ટ્રાન્સફર કરતી વેળા સ્ટેટિક ચાર્જ જનરેટ થતા આગ લાગી હતી. ઘટના એક કર્મચારીને ઇજા પહોંચી હતી જેને પણ હાલ રજા આપી દેવામાં આવી છે. કંપની ને હાલ સ્થળ નોટિસ આપવામાં આવી છે. અને આગ લાગવા પાછળ ના કારણ અંગે વધુ તપાસ કરવામાં આવશે. ઘટનાના પગલે સુરક્ષા-વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.
ત્રણ તાલુકા ની ફાયર ટીમ કામે લાગી અંકલેશ્વર ડીપીએમસી ફાયર સ્ટેશન માં જાણ કરતા ફાયર બ્રિગેડ સાથે ફાયર ફાયટરો દોડી આવ્યા હતા જો કે આગ વધુ ફેલાતા ભરૂચ નગર પાલિકા અને ઝઘડિયા જીઆઇડીસીની ફાયર બ્રિગેડ સાથે ફાયટરો પણ દોડી આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
તમામ કામદારો સુરક્ષિત છે આગ ક્યાં કારણોસર લાગી છે. તે હાલ જાણી શકાયું નથી. જે આગ કાબુમાં આવ્યા બાદ ખબર પડશે. કંપનીના તમામ કામદારો સુરક્ષિત છે. એક કામદાર ને કાચ વાગ્યો છે. જેને સારવાર હેઠળ ખસેડાયો છે. 5 જેટલા ફાયર ફાયટરોની મદદથી આગ કાબુમાં આવી છે. આગ લાગવાના કારણોની તપાસ થશે. > રાજ બિહારી શર્મા, એચ.આર, આલ્કેમ લેબોરેટરીઝ , અંકલેશ્વર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.