તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:અંકલેશ્વર તા.પંચાયતના મેદાનમાં વીજતાર તૂટી પડતા આગ

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાલુકા સેવાસદન પાછળ વાયર તૂટી પડતા ખુલ્લા મેદાનમાં આગ ભભૂકી ઉઠી હતી. - Divya Bhaskar
તાલુકા સેવાસદન પાછળ વાયર તૂટી પડતા ખુલ્લા મેદાનમાં આગ ભભૂકી ઉઠી હતી.
  • DPMC અને પાલિકાની ફાયર ટીમોએ આગ પર અડધા કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો
  • આગ લાગતા નજીકમાં આવેલા ગેરેજના વાહનો તેમજ પુંઠાના જથ્થાને પણ ચપેટમાં લેતા બળીને ખાખ

તાલુકા સેવાસદન પાછળ વાયર તૂટી પડતા ખુલ્લા મેદાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગે નજીકના ગેરેજની ગાડી તેમજ પુંઠાના જથ્થાને પણ લપેટ માં લીધો હતો. ડી.પી.એમ.સી અને પાલિકા ફાયર ટીમે આગ પર અર્ધા કલાક ઉપરાંતની જહેમતે કાબુ મેળવ્યો : છેલ્લા 5 દિવસમાં અંકલેશ્વર માં આગની ચોથી ઘટના સામે આવી હતી.

અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરી ખાતેના પાછળના ભાગમાં સ્પાર્ક થતા અચાનક વીજ વાયર તૂટી પડ્યો હતો જે ત્યાં આવેલ સૂકા ઘાસ સહિત મેદાન માં પડતા આગ ભભૂકી ઉઠી હતી જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી ખુલ્લા મેદાનમાં ફેલાવાની સાથે સાથે ફેન્સીંગને પણ આગની ચપેટ માં લઇ લીધી હતી જે ફેલાતા ફેલાતા એસ.એ. મોટરથી કોર્ટ સંકુલ તરફ જતા માર્ગ પર આવેલ બી.ઓ.બી બેંક પાસે રહેલ ગેરેજ સુધી પહોંચી હતી અને ત્યાં પાર્ક કરેલી કાર તેમજ પુઠ્ઠાના જથ્થાને પણ આગની ચપેટમાં લઇ લીધું હતું.

જે અંગે ડીપીએમસી તેમજ અંકલેશ્વર નગર પાલિકા ફાયર ટીમને જાણ થતા 3 જેટલા ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને અડધા કલાક ઉપરાંત ની જહેમતે આગ પર કાબૂ મેળવવો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં અંકલેશ્વરમાં આગની આ ચોથી ઘટના છે ભંગારના ગોડાઉનમાં આગની 2 ઘટના અને જીઆઇડીસી કંપનીની આગ બાદ હવે ખુલ્લા મેદાનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...