તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:અંકલેશ્વરમાં યુનિયન બેંકની બ્રાન્ચમાં આગ

અંકલેશ્વર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
अઅંકલેશ્વરની જીનવાલા સ્કૂલ પાસે આવેલી યુનિયન બેન્કની બ્રાન્ચમાં આગ લાગતાં લાશ્કરો દોડ્યા હતા. - Divya Bhaskar
अઅંકલેશ્વરની જીનવાલા સ્કૂલ પાસે આવેલી યુનિયન બેન્કની બ્રાન્ચમાં આગ લાગતાં લાશ્કરો દોડ્યા હતા.
 • બ્રાન્ચ બંધ હોવાથી નુકશાનનો અંદાજ જાણી શકાયો નથીઃ માત્ર એટીએમ સેન્ટર ચાલુ હતું

અંકલેશ્વર જીનવાલા સર્કલ પર આવેલ યુનિયન બેંકની બ્રાંન્ચમાં આગ લાગી હતી. આંધ્ર બેંકને હાલ માજ યુનિયન બેંકમાં મર્જ કરાયા હતી. શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ભભૂકી હતી. જોત જોતામાં ધુમાડાના ગોટેગોટા બહાર આવ્યા હતા. પાલિકા ફાયર વિભાગે ગણતરીની મિનિટો આગ પર કાબુ મેળવ્યો હતો. બ્રાન્ચ બંધ હોવાથી કોઈ નુકશાનનો ક્યાસ બહારના આવ્યો હતો.

માત્ર એટીએમ સેન્ટર ચાલુ હતું હતું. અંકલેશ્વર શહેર મધ્યમાં આવેલ જીનવાલા સર્કલ પાસે આવેલ યુનિયન બેંક ની બાજુએ આવેલ શોપિંગ સેન્ટરમાં અસ્થિત્વ ધરાવતી આંધ્ર બેંક જે યુનિયન બેકમાં વિલીન કરવામાં આવી છે તેની બ્રાન્ચમાં આજરોજ બંધ હતી તે દરમિયાન બપોર ના 5 વાગ્યા ના અડસમાં અચાનક બેંક માંથી ધુમાડા બહાર આવતા આજુબાજુ ના દુકાનદારો દ્વારા બેંક મેનેજર તેમજ ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બારી ના કાચ તોડી અંદર પાણી મારો ચલાવ્યો હતો.

એક તબક્કે અંદર થી ધુમાડા ના ગોટેગોટા બહાર આવતા ગભરાહટનો માહોલ જોવા મળ્યો હતો અને અફરાતફરી સર્જાય હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવી રહ્યું છે. આગ સમયે માત્ર એ.ટી.એમ સેન્ટર ચાલુ હતું. કોઇજાનહાની સર્જાય નથી. આગના કારણે બેંકના ઇલેટ્રોનિક ઉપકરણોને નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે બેંક બંધ હોવાથી શું નુકશાન થયું છે તે જાણી શકાયું નથી. પાલિકા ફાયરએ ગણતરીની મિનિટો માં આગ પર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો