તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:અંકલેશ્વર GIDCની સાયન વિનો કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીપીએમસી ફાયર ટીમે ત્વરિત કાબૂ મેળવ્યો : સદનસીબ કોઈ જાનહાનિ ન સર્જાઈ

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સાયન વિનો કેમ પ્રાઇવેટ લિમિટેડમાં બપોરના સુમારે કોઈ અગમ્ય કારણોસર આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગના ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેને લઈ કંપની અફરા-તફરી સર્જાઈ હતી.

કંપની દ્વારા ડીપીએમસી ફાયર સ્ટેશને જાણ કરતા ફાયર કાફલો 2 લાઈ બમ્બા સાથે સ્થળ પર ધસી આવ્યો હતો અને અર્ધા કલાકની જહેમત આગ પર કાબુ મેળવી લીધો હતો. એક તબક્કે વિકરાળ દેખાતી આગ ગણતરીની મિનિટમાં કાબુ આવી ગઈ હતી. કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આગ ડાઇઝ કેમિકલમાં લાગતા એક તબક્કે ભયાવહ જોવા મળી હતી. ઘટના અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ જીપીસીબી દ્વારા પણ સ્થળ તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...