અંકલેશ્વર ની પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી વિસ્તાર માં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ ના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક ડ્રાઇવ હાથ ધર્યું હતું જેમાં વાહન ચેકીંગ તેમજ ટ્રાફિક ને અડચણરૂપ પાર્ક કરેલ વાહન ચાલકો ઉપર તવાઈ બોલાવી વાહન ડિટેઇન સાથેદંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. ગામીત તેમજ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ ગડરિયા તેમજ જિલ્લા ટ્રાફિક પીએસઆઇ જે.પી ચૌહાણ સહિતના પોલીસ કર્મચારીઓ એ અંકલેશ્વર ની પ્રતિન ચોકડી વિસ્તાર તેમજ વાલિયા ચોકડી વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ હાથ ધર્યું હતું.
જેમાં વાહન ચેકીંગ સહીત લાઇસન્સ તેમજ વાહન ના દસ્તાવેજ ચેક કરવામાં આવ્યા હતા ,સાથે ટ્રાફિકને અડચણરૂપ આડેધડ પાર્ક કરેલ વાહન ચાલકો ઉપર તવાઈ બોલાવી હતી સાથે માર્ગ ઉપર ટ્રાફિક ને નડતર રૂપ લારીઓ તેમજ પથારા વાળા ને પણ દૂર ખસેડી માર્ગ ને ખુલ્લો કર્યો હતો સાથે કેટલાક વાહનો ને ડિટેઈન કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરની વાલિયા અને પ્રતિન ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે.
ગમે ત્યાં વાહનો પાર્ક કરી દેવામાં આવતાં હોવાથી અન્ય લોકોને ભારે હાલાકી ભોગવી રહયાં છે. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ વાલિયા ચોકડી અને પ્રતિન ચોકડી વિસ્તારમાં ઉતરી પડી હતી અને નિયમોનો ભંગ્ કરનારા વાહનચાલકો સામે તવાઇ બોલાવી દીધી હતી. પોલીસે વાહનચાલકો પાસેથી સ્થળ પર દંડ વસુલ્યો હતો અને આરટીઓના મેમા પણ આપ્યાં હતાં જેથી વાહનચાલકોમાં દોડધામ મચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.