વિવાદ:વાલિયાના કોંઢમાં રસ્તાના મુદ્દે ઝઘડામાં સમાધાન વેળા મારામારી

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ, પત્ની અને પુત્રને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં

વાલિયા ના કોઢ ગામ ખાતે રસ્તા ના મુદ્દે ઝઘડામાં સરપંચ સહિત સભ્યોની હાજરી હિંસક હુમલો કર્યો હતો. સમાધાન કરવા માટે એકત્ર થયા હતા તે દરમિયાન પાછળથી હુમલો કર્યો હતો. મહિલા સહીત 3 ઈસમો ને ગંભીર ઇજા પહોંચાડી ઘાયલ કરતા જયાબહેન મોદી હોસ્પિટલ દાખલ કર્યા હતા. વાલિયા પોલીસ પણ સ્થળ પર પહોંચી તપાસ આરંભી હતી. મહિલા સહીત 5 થી વધુ ઈસમો હુમલો કર્યો હતો. વાલિયા તાલુકાના કોંઢ ગામ ખાતે જમીન અને રસ્તા બાબત આજુબાજુ પાડોશી બાખડ્યા હતા. જેમાં મહિલા સહીત 5 થી વધુ લોકો એ તલવાર વડે હુમલો કરતા પતિ-પત્ની ને પુત્ર ને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે અંકલેશ્વર ખસેડવામાં આવ્યા હતા.

ઘટના અંગેની વિગતો અનુસાર વાલિયા તાલુકાના કોંઢ ગામ ખાતે જમીન ના રસ્તા બાબતે બે પાડોશી વચ્ચે તકરાર ચાલી રહી હતી જે અંગે ગામ ના સરપંચ અને અન્ય સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા સમાધાન માટે એકત્ર થયા હતા. ત્યરે ભરત વસાવા, અમરસંગ વસાવા અને રણછોડભાઈ વસાવા તેમજ તેમની પત્ની અને અન્ય એક મહિલા પાછળ થી તલવાર સહીત મારક હથિયારો વડે ધસી આવ્યા હતા અને વિનય ભાઈ વસાવા તેમની પત્ની સુધાબેન અને તેના પુત્ર ને તલવાર ના ઉપરાછાપરી ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઇ ગયા હતા.

આ અંગે ગામના મુકેશ વસાવા તેમજ અન્ય ઈસમો દ્વારા તમામને સારવાર અર્થે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટના અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરતા પોલીસની એક ટીમ વાલિયા કોઢ ગામ ખાતે તેમજ અન્ય એક ટીમ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. અને ઘટના અંગે પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...