આગ:હાંસોટ નજીક આવેલી ક્રિફોર કંપનીની નજીક ભીષણ આગ

અંકલેશ્વર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગાસના જથ્થામાં લાગેલી આગ પર અંકલેશ્વરના લાશ્કરોએ કાબૂ મેળવ્યો

હાસોટ નજીક આવેલ ક્રિ ફોર કંપનીની નજીક ભીષણ આગ લાગી હતી. પ્લાયવુડ બનાવતી કંપનીના સામેના ભાગે સંગ્રહ કરાયેલ બગાસ મા આગ લાગી હતી. બગાસના જથ્થામાં આગ લાગતા દોડધામ અંકલેશ્વર નગર પાલિકા ફાયર વિભાગ ઘટના સ્થળ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બગાસ નો વિપુલ જથ્થો બળી ને ખાક થઈ ગયો હતો.

હાસોટથી ઓલપાડ જતાં માર્ગ પર હાસોટ નજીક આવેલ ક્રિ ફોર કંપનીની નજીક પ્લાયવુડ બનાવા માટે એકત્ર કરવામા આવેલ બગાસ ના જથ્થામાં મા કોઇ અગમ્ય કારણો સર આગ લાગી હતી. આગ નું તણખલું લાગી જતા આગે જોત જોતામા સગ્રહ કરવામા આવેલ વિપુલ જથ્થા ને ચપેટ માં લઈ લીધો હતો કંપની સત્તાધીશો એ ફાયર વિભાગ નો સંપર્ક કરતા અંકલેશ્વર નગર પાલિકા ફાયર ટેન્ડર સ્થળ પર દોડી આવૂઇ હતુ.

ફાયરની ટેમી કલાકોની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે આગ મા વિપુલ માત્રા મા સંગ્રહ કરવાં આવેલ જથ્થો બળી ને ખાક થઈ ગયો હતો. જો કે આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી ત્યારે આગ મા કોઇ જાનહાનિ સર્જાય ના હતી.

અન્ય સમાચારો પણ છે...