તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પાનોલીની શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહિં

અંકલેશ્વર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિકેટર રેસિડયુ પ્રક્રિયા દરમિયાન ફ્લેશ પોઇન્ટ વધવાની સાથે ટેમ્પરેચર વધતા આગ લાગી

અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસીમાં આવેલ શ્રીજી કેમિકલ માં વહેલી સવારે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતા માં આગે ભયાવહ સ્વરૂપ લઇ લીધું હતું આ આગ અંગે પાનોલી ફાયર ટીમને જાણ થતા તેવો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગ બેકાબુ બનતા અંકલેશ્વ ડીપીએમસી અને નગરપાલિકા ની ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 6 જેટલા ફાયર ટેન્ડરો ની મદદ થી આગ પર દોઢ કલાક ઉપરાંતની જહેમતે કાબુ મેળવ્યો હતો.

આગ અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી ખાતે જાણ થતા ફેક્ટરી ઇન્સ્પકેટર યોગેશ પટેલ તેમજ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ કરતા કંપની ના પ્લાન્ટમાં રિકેટર માં રેસિડયુ ની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન રિકેટર માં ટેમ્પરેચર અચાનક વધી ગયું હતું અને ફ્લેશ પોઇન્ટ વધતાજ રિકેટર માં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી આગ કંપની પ્લાન્ટ માં રેસિડયુ ના વિપુલ જથ્થા માં ફેલાઈ જવા પામી હતી. આગ માં કોઈ જાનહાની સર્જાય ના હતી. આગ ની ઘટના ના પગલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સ્થળ તપાસ કરી કંપની સ્થળ નોટીશ સાથે ક્લોઝર નોટીશ ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો