પાનોલી જીઆઇડીસીમાં આવેલી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં રો મટેરીયલના બલ્ક ડ્રગ અને ઇન્ટરમિડિયેટનું ઉત્પાદન પ્લાન્ટમાં ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક સોલ્વન્ટના જથ્થામાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી લાગી હતી. બનાવની જાણ પાનોલી ફાયર અને અંકલેશ્વર ડીપીએમસી અને અન્ય ખાનગી કંપનીના 10 જેટલા ફાયર ટેન્ડરો આગ બુઝાવા માટે કામે લાગ્યા હતા. જોકે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર આંશિક કાબૂ આવ્યો હતો.
અચાનક પ્લાન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી
અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી અને જીવ રક્ષક દવામાં વપરાતા વિવિધ રસાયણનું ઉત્પાદન કરતી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં બુધવારના રોજ બપોરે 5 વાગ્યાના અરસામાં પ્લાન્ટમાં આવેલા જ્વલંત સીલ સોલ્વન્ટના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી કંપનીનો આખો પ્લાન્ટ ચપેટમાં આવી ગયો હતો. આગને લઇ કંપનીમાં કામ કરતા કામદારો સુરક્ષિત બહાર ખસી ગયા હતા. બનાવની જાણ પાનોલી ફાયર સ્ટેશન ખાતે કરતા ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
10 જેટલા ફાયર ટેન્ડરોએ દોડી આવી આગ કાબૂ મેળવ્યો
કંપનીમાં સોલ્વન્ટનો વિપુલ જથ્થો હોવાના કારણે આગ વધુ ફેલાઈ રહી હતી. આ ડી.પી.એમ.સી અંકલેશ્વર અને અન્ય ખાનગી કંપનીઓ સહિત ફાયર ટેન્ડરના 10 લોકોની મદદથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને લઇ અંકલેશ્વર ડિઝાસ્ટર ટીમના સભ્યો, જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી. જોકે આગ ક્યાં કારણોસર લાગી તેની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.