તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનચાલકોમાં ડર:કોવિડ સ્મશાનમાં સતત સળગતી ચિતા જોઈ ગોલ્ડન બ્રિજમાંથી પસાર થતા લોકોમાં ડર

અંકલેશ્વર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 24 કલાક સળગતી ચિતા નજરે ન પડે તે માટે ગોલ્ડન બ્રીજમાં આડસ ઊભી કરવા માંગ

કોવિદ સ્મશાન માં સત્તત સળગતી ચિતા જોઈ ગોલ્ડન બ્રિજ પસાર થતા લોકોમાં ડર સામે આવ્યો છે. કેટલાક તો આ દ્રશ્યો જોવા માં અકસમાત સર્જી રહ્યા છે. ચોવીસ સળગતી ચિતા અને મૃતકો ની લાઈન વાહન ચાલકો માં ડર ફેલાઈ રહ્યો છે. ગોલ્ડન બ્રિજ માં લોકો ડર દૂર કરવા પરદા ની આડસ ઉભી કરવા માગ ઉઠી છે.

જિલ્લા માં કોરોના મહામારી વચ્ચે લોકો ના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. જેની અંતિમ વિધિ રાજ્ય એક માત્ર કોવિદ સ્મશાન ગૃહ ગોલ્ડન બ્રિજ ના અંકલેશ્વર કિનારે કરવામાં આવી રહ્યો છે. જ્યાં રોજના 40 થી વધુ મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે સત્તત સવાર થી મોડી રાત્રી સુધી મૃતકો ની ચિતા સળગતી નજરે પડે છે. જે ત્યાં થી પસાર થતા લોકો માં દહેશત ઉભી કરી રહી છે. લોકો ના આક્રન્દ ના આવાજ અને બિહામણા દ્રશ્યો લોકો માટે માં ડર ઉદ્દભવી રહ્યા છે. ત્યાં થી પસાર થતા લોકો ની સ્વાભાવિક રીતે નજર નીચે જાય છે. અને તેને જોવા ક્યારેક અકસમાત તો ક્યારેક ભય અનુભવી રહ્યા છે.

અંકલેશ્વર ઓએનજીસી ખાતે ગાડી ચલાવતા રમેશભાઈએ જણાવ્યું હતું કે દિવસ માં 3 થી 4 વાર અહીં થી પસાર થાવ છું અને નીચે ના દ્રશ્યો જોઈ જોઈ ને હવે તો રાત્રી ના ઉંધ પણ આવતી નથી રાત્રી એજ દેખાય છે. ત્યારે અહીં તંત્ર પરદા ઉભા કરે તે જરૂરી છે. તો દહેજ ખાતે અપડાઉન કરતા રાજેશભાઈ ને જણાવ્યું હતું કે રોજે રોજ આવાગમન સમયે નીચે અગ્નિદાહ બિહામણા દદ્રશ્યો એક સાથે 15 થી વધુ લોકો સળગતા જોવું ભારે પીડા દાયક છે. એ વિચારોજ હચ મચાવી મૂકે છે. આ જોવા લોકો અકસ્માત પણ સર્જે છે.

અન્ય સમાચારો પણ છે...