પાલનપુરના જમીન મામલે રાયોટીંગ અને મારામારીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. બંને આરોપીને વધુ કાર્યવાહી માટે પાલનપુર પોલીસને જાણ કરી છે.અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ અને તેમના વિસ્તારમાં માહિતી મળી હતી કે, પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં જમીનની મેટરમાં રાયોટીંગ અને મારામારીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી મક્બલ હુશેન ઉર્ફે મુન્નો શેટ્ટી મોહમ્મદ હુસેન પઠાણ તથા અબવાબ મક્કુલ હુશેન ઉર્ફે મુન્નો શેટ્ટી મોહમ્મદ હુસેન પઠાણ બન્ને રહે,પાલનપુર જે બંને પિતા પુત્ર છે.
તેઓ બંને અંક્લેશ્વર શહેર ખાતે આવેલી સુરતી ભાગોળ, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહે છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ સ્ટાફને મળેલી માહિતીના આધારે સ્થળ પરથી બંને પિતા-પુત્ર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. અંકલેશ્વર પોલીસે બે ઈસમોને CRPC કલમ 41( 1 ) આઈ મુજબ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે. અંકલેશ્વર શહેર તથા તાલુકામાં નાગરિકોના વેશમાં અનેક ગુનેગારો છુપાયેલા રહેતાં હોય છે. તાજેતરમાં ભરૂચ પોલીસે અંકલેશ્વરના પરપ્રાંતિય વસતી ધરાવતાં વિસ્તારોમાં કોમ્બિંગ કરી અનેક લોકો સામે ગુના દાખલ કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.